મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

રાજ ઠાકરેની પાર્ટીના નવા ઝંડા પર વિવાદઃ ચૂંટણી આયોગએ આપી નોટિસ

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે) અધ્યક્ષ રાજ ઠાકરેએ હાલમાં જ પોતાના ઝંડા બદલ્યા હતા. જેને લઇ રાજય ચૂંટણી આયોગએ નોટીસ જારી કરી છે. મનસે સચિવ શિરિષ સાવંતનું કહેવું છે કે પાર્ટીના નવા ઝંડા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ એક ફરિયાદ પત્ર મળ્યો છે. જેમાં છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિક ચિન્હને લઇ સવાલ ઉઠાવવામા આવ્યા છે. રાજય ચૂંટણી આયોગએ આ ફરિયાદ પર ઉચિત કાર્યવાહી કરવા કહ્યું છે સાવંતએ કહ્યું કે ઝંડાને લોન્ચ કરતા પહેલા ચૂંટણી આયોગને મોકલવામા આવ્યો હતો. રાજય ચૂંટણી આયોગએ આ બારામાં હજુ વધારે સ્પષ્ટતાની જરુરત છે. એમણે કહ્યું કે આ કોઇ નોટીસ નથી.

રાજ ઠાકરેએ જાન્યુઆરીમાં પાર્ટીનો નવો ઝંડો લોન્ચ કર્યો હતો. ભગવા રંગના ઝંડામા છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રા અને મરાઠા રાજાની શાહી મોહર સામેલ છે. ધ્વજ બદલવાની સાથે જ ઠાકરેએ પોતાની પાર્ટીને હિન્દુત્વની દિશામાં આગળ લઇ જવાનો સંકેત આપ્યો હતો.

(11:48 pm IST)