મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

મોદી સરકારએ પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ 'સુષ્મા સ્વરાજ ભવન' કરવાનો નિર્ણય લીધો

દુનિયાભરમાં ફેલાયેલ ભારતીય સમુદાયથી સંપર્ક પ્રમુખ સાંસ્કૃતિક કેન્દ્ર પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામકરણ સુષ્મા સ્વરાજ ભવન કરવાનો નિર્ણ લીધો છે. વિદેશ મંત્રાલયએ આ જાણકારી આપી. મંત્રાલયએ જણાવ્યું કે આ ઉપરાંત વિદેશ સેવા સંસ્થાનનુ નામ બદલી સુષ્મા સ્વરાજ ઇન્સ્ટીટયુટ ઓફ ફોરેન સર્વિસ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પૂર્વ વિદેશ મંત્રીના સન્માન સ્વરૃપે લેવામાં આવ્યો છે. જે દુનિયાભરમાં ફેલાયેલ ભારતીય સમુદાયથી સંપર્ક અને એમના પ્રતિ કરૃણા માટે માનવામાં આવતી હતી.

આ બંને સંસ્થાન રાષ્ટ્રીય રાજધાનીમાં આવેલ છે. વિદેશમંત્રી એસ. જયશંકરએ પોતાના ટવિટમાં કહ્યું કે અમે સુષ્મા સ્વરાજને યાદ કરી રહ્યા છીએ, જેમનો કાલે ૬૮ મો જન્મ દિવસ છે. વિદેશ મંત્રાલય પરિવાર ખાસ તોર પર એમની ખોટ મહસુસ કરશે.

(11:00 pm IST)