મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

યુ.એસ. સેનેટર તરીકે ચૂંટણી લડી રહેલા ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ મહિલા સુશ્રી સારા ગિડનને મળી રહેલો ભવ્ય પ્રતિસાદ : મૈને સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ તથા સ્પીકર સુશ્રી ગિડનએ 2019 ના છેલ્લા ક્વાર્ટરમાં 3.5 મિલિયન ડોલર ભેગા કરી લીધા

મૈને : યુ.એસ.માં મૈને સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ તથા સ્પીકર  તથા સેનેટ ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સારા ગિડનને સેનેટર તરીકેની ચૂંટણી લડવા માટે ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો હોવાનું જાણવા મળે છે.જે મુજબ તેમના ચૂંટણી કંપેન દ્વારા જણાવાયા મુજબ તેમણે 2019 ના છેલ્લા ક્વાર્ટરમાં 3.5 મિલિયન ડોલર ભેગા કરી લીધા છે.તેઓ વર્તમાન રિપબ્લિકન સેનેટરને મહાત કરવા માંગે છે.
સુશ્રી સારાએ જૂન 2019 માં ઉમેદવારી નોંધાવ્યા પછી અત્યાર સુધીમાં 7.6 મિલિયન ડોલર ભેગા કરી લીધા છે.તેમને ડેમોક્રેટિક સેનેટોરિઅલ કમપેન કમિટીનું સમર્થન છે. ઉપરાંત પ્લાનેડ પેરેન્ટહુડ એક્શન કમિટીનું પણ સમર્થન છે.તેઓને  2019 ના છેલ્લા ક્વાર્ટરમાં મળેલા ડોનેશન પૈકી  95 ટકા રકમ 100 ડોલરથી ઓછી રકમ આપનારા ડોનર્સની છે.

(1:32 pm IST)