મુખ્ય સમાચાર
News of Friday, 14th February 2020

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત અંગે યુ.એસ.ના 4 સેનેટર્સનો સેક્રેટરી ઓફ સ્ટેટને પત્ર : ભારતમાં હ્યુમન રાઈટ્સના અમલની તપાસ કરો : જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ સહીત પ્રાથમિક હક્કો ઉપર પાબંધી સહીત દેશમાં ધાર્મિક સ્વાંતંત્ર્યની ખાત્રી કરો : પોતાને લોન્ગટાઇમ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાવતા ચારે વગદાર સેનેટર્સનો અનુરોધ

વોશિંગટન : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24 તથા 25 ફેબ્રુઆરીના રોજ ભારત આવી રહ્યા છે.જેમના આગમનને વધાવવા જોરદાર તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.
આ બધા વચ્ચે અમેરિકાના 4 વગદાર સેનેટર્સ કે જેઓ પોતાને લોન્ગટાઇમ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાવે છે તેમણે યુ.એસ.સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પૉમ્પિઓને 12 ફેબ્રુઆરીના રોજ પત્ર લખ્યો છે.
આ પત્રમાં લખ્યા મુજબ પ્રેસિડન્ટની  ભારતની મુલાકાત સમયે ત્યાં માનવ અધિકારોનું પાલન થાય છે કે કેમ તેની ખાતરી કરે તેમજ ધાર્મિક સ્વાતંત્ર્ય જળવાય છે કે કેમ તેની તપાસ કરે .તાજેતરમાં પસાર કરાયેલા સીએએ કાનૂનના થઇ રહેલા વિશ્વવ્યાપ્ત વિરોધના કારણો અંગે ઊંડા ઉતરે ઉપરાંત જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ હટાવી લીધા બાદ ત્યાંના નાગરિકોના માનવ અધિકારો જળવાઈ રહ્યા છે કે કેમ તેની જાણકારી મેળવે જ્યાં ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ સહીત પ્રાથમિક હ્કકોનું ખંડન થઇ રહ્યું હોવા અંગે જાણકારી મેળવે સહિતની બાબતો અંગે વિગતવાર અહેવાલ સાથે પત્ર દ્વારા રજુઆત કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:26 pm IST)