મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

ભારતમાં વડાપ્રધાન મોદી સૌથી વધુ સર્ચ કરાયેલા વ્યક્તિ અને સૌથી મોટા ન્યુઝમેકર ;યાહૂની યાદી જાહેર

બીજાક્રમે ડોનાલ્ડ ટ્રમ્પ:યોગી આદિત્યનાથ,રાહુલ ગાંધી અને અમિતભાઇ શાહ યાદીમાં ક્રમશ;ત્રીજા,ચોથા અને પાંચમા સ્થાને

 

નવી દિલ્હી: ભારતમાં 2017 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ સર્ચ કરાયેલા વ્યકિત અને સૌથી મોટા ન્યૂઝમેકર છે તેમ યાહૂએ પોતાની યાદી જાહેર કરતાં કહ્યું છે. ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલી વ્યકિતઓમાં મોદી પછી બીજા ક્રમે અમેરિકાના રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે.યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી અને અમિત શાહ યાદીમાં ત્રીજા,ચોથા અને પાંચમા સ્થાને છે

 

  યાદીમાં કોંગ્રેસના એક માત્ર રાહુલ ગાંધી છે જે ચોથા નંબર પર આવે છે. વર્ષે પ્રણવ મુખર્જીનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ રામનાથ કોવિંદની રાષ્ટ્રપતિ કોવિંદની નિમણૂક કરાઈ હતી જેમનું સાતમા સ્થાને છે. AIADMKના લીડર શશીકલા અને તમિલનાડુના જે જયલલિથા સાતમા અને આઠમા સ્થાને છે. લાલુપ્રસાદ યાદવ નવમા સ્થાને છે જયારે દિલ્હીના ચીફ મિનિસ્ટર અરવિંદ કેજરીવાલ દસમા સ્થાને છે. .

(10:12 pm IST)