મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

કાંટો કે છાપો? જે જીતશે તે બનશે પ્રોફેસર

પંજાબના મિનિસ્ટર ચરણજિત સિંહ ચન્નીનો મનમોજી ન્યાય

અમૃતસર તા. ૧૪ : પંજાબના ટેકિનકલ એજ્યુકેશન મિનિસ્ટર ચરણજિત સિંહ ચન્નીએ સ્થાનિક પોલિટેકિનક ઇન્ટિટયૂટનો લેકચરરના હોદ્દા માટે બે ઉમેદવારોમાંથી એકને પસંદ કરવા માટે સિક્કો ઉછાળવાની પધ્ધતિ પસંદ કરી હતી.

રાજ્યની કોંગ્રેસ સરકારના પ્રવકતાએ ચરણજિત સિંહનો ઉદ્દેશ લેકચરરના હોદ્દાની ફાળવણી પારદર્શક પધ્ધતિએ કરવાનો હોવાનો દાવો કર્યો હતો. પ્રવકતાએ મીડિયા પર બિનજરૂરી વિવાદ ઉભો કરવાનો આરોપ મૂકયો હતો. રાજ્ય સરકારના પ્રવકતાએ પણ ચરણજિત સિંહની પધ્ધતિનો બચાવ કર્યો હતો.

પાટીયાલાની ગવર્નમેન્ટ પોલિટેકિનક ઇન્સ્ટિટયૂટમાં પોસ્ટીંગ માટે નાભા અને પાટિયાલાના બે લેકચરર્સની ઉમેદવારી હતી, બે સરખા ઉમેદવારો વચ્ચે પસંદગી માટે ચરણજીત સિંહ ચન્નીએ સિક્કો ઉછાળવાની પધ્ધતિનો ઉપયોગ કર્યો હતો.(૨૧.૧૩)

(11:35 am IST)