મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

અગસ્તા વેસ્ટલેન્ડ મામલે રમણ સરકારને મોટી રાહત

સુપ્રિમ કોર્ટે ભ્રષ્ટાચાર અંગેની જનહીત અરજી ફગાવી

નવી દિલ્હી તા. ૧૩ : સુપ્રીમ કોર્ટે અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદામાં લાંચના આરોપવાળી અરજી રદ કરી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહના દીકરાને મોટી રાહત મળી છે.રમણસિંહના દીકરા અભિષેક સિંહ પર ૩૬૦૦ કરોડ રૂપિયાના ત્રણ વીવીઆઈપી હેલિકોપ્ટરના આ સોદામાં લાંચનો આરોપ હતો. આ સંબંધમાં એક અરજી કરાઇ હતી. તેના પર મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ. સુનવણી દરમ્યાન જસ્ટિસ આદર્શ ગોયલ અને જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની કોર્ટે કહ્યું કે અરજી રદ કરી દેવામાં આવી છે કારણ કે તેમાં કોઇ તથ્ય નથી.

કેસની સુનવણી દરમ્યાન છત્તીસગઢ સરકારને પૂછવામાં આવ્યું હતું કે આ સોદામાં મુખ્યમંત્રી રમણસિંહના દીકરાને કેમ રસ હતો? એટલું જ નહીં તેની સાથે જ કથિત રીતે મુખ્યમંત્રીના દીકરા સાથે જોડાયેલ વિદેશી બેન્ક ખાતા પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. અરજી કરનારાઓએ આરોપ મૂકયો હતો કે જુલાઇ ૨૦૦૮મા અભિષેક સિંહના નામ પર બ્રિટિશ વર્જિન આઈલેન્ડમાં બેન્ક ખાતું ખોલ્યું. ૧ ઓગસ્ટ ૨૦૦૮ના રોજ સોદામાં સંલિપ્ત એક ફર્મને ઘેરવામાં આવી,

રાજયની તરફથી રજૂ થયેલ વકીલ મહેશ જેઠમલાણીને બેન્ચે પૂછયું હતું કે અભિષેક સિંહ જે રાજયમાં મુખ્યમંત્રીના દીકરા પણ છે તેમાં તેમને રસ કેમ હતો? તમારે અમને એ વાત પર સંતુષ્ટ કરવાના છે. જેના પર જેઠમલાણીએ જવાબ આપ્યો હતો કે આરોપ નિરાધાર કટાક્ષ છે. આ પ્રકારના દાવાના પક્ષમાં કોઇ પૂરતા પ્રમાણે નથી. તેમણે કોર્ટને કહ્યું હતું કે અરજીમાં લગાવેલા તમામ આરોપ બેબુનિયાદ છે.

અરજી કરનારાઓએ આરોપ મૂકયો હતો કે જુલાઇ ૨૦૦૮માં અભિષેક સિંહના નામ પર બ્રિટિશ વર્જિન આઈલેન્ડમાં બેન્ક ખાતું ખોલ્યું. ૧ ઓગસ્ટ ૨૦૦૮ના રોજ સોદામાં સંલિપ્ત એક ફર્મને ઘેરવામાં આવી,

ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાને ૧૨ એડબલ્યુ-૧૦૧ વીવીઆઈપી હેલિકોપ્ટર પૂરા પાડવા માટે ફિનમેકેનિકાની બ્રિટિશ સહાયક કંપની અગસ્ટા વેસ્ટલેન્ડની સાથે જાન્યુઆરી ૨૦૧૪માં કરાર પૂરો થઇ ગયો છે. નિવિદાની શરતોનું ઉલ્લંઘન અને સોદો સુનિશ્ચિત કરવા માટે કંપનીની તરફથી લાંચ આપવાના આરોપ પર આ કરાર રદ કરાયો હતો.

(4:12 pm IST)