મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

'મહિલા વિદ્રોહીઓના ગુપ્તાંગમાં ગોળી મારે જવાનો'

ફિલીપીન્સના રાષ્ટ્રપતિએ આપ્યું વિવાદિત નિવેદન

લંડન તા. ૧૩ : ફિલીપીન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતર્તે ફરીથી પોતાના એક નિવેદનના કારણે ચર્ચામાં આવી ગયા છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા દુતર્તે કહ્યું કે, દેશની સેનાના જવાનો વિદ્રોહી મહિલાઓને ગુપ્તાંગમાં ગોળી મારવી જોઈએ.

વોશિગ્ટંન પોસ્ટમાં છપાયેલી એક રિપોર્ટ મુજબ, સાત ફેબ્રુઆરીએ રોડ્રિગો દુતર્તેના પૂર્વ સામ્યવાદી વિદ્રોહીઓને સંબોધિત કર્યા હતા. તેમા સેનાના જવાનોનો ઉલ્લેખ કરતા તેમણે વિદ્રોહી મહિલાઓને નિશાના પર લીધી હતી. દુતર્તે કહ્યું, જવાનોને કહ્યું કે 'વિદ્રોહી મહિલાઓને મારી નહીં, પરંતુ તેમના ગુપ્તાંગમાં ગોળી મારી દે.'

દુતર્તે આટલેથી ન અટકયા, તેમણે એમ પણ કહ્યું કે ગુપ્તાંગ વિનાની વિદ્રોહી મહિલાઓ કોઈપણ કામની નહીં રહે. રાષ્ટ્રપતિ સાથે જનસંપર્ક કાર્યાલયે પણ આ રિપોર્ટ છાપી હતી. તેમણે ગુપ્તાંગની જગ્યાએ ડેશ લગાવી દીધો હતો.

સત્તામાં આવ્યા બાદથી જ દુતર્તે ડ્રેગ્સ લેનારા અને વેચનારા લોકોને નિશાના પર લીધા છે. આ વચ્ચે તે ઘણીવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યા છે. આ પહેલા તેમણે વિદ્રોહી મહિલાઓનો બળાત્કાર કરવાની પણ સલાહ આપી હતી. દુતર્તેના પ્રવકતા તેમના નિવેદનોનો મજાક ઉડાવે છે. પ્રવકતા મુજબ, લોકો દુતર્તેની વાતોને ખોટા દ્રષ્ટિકોણથી જુએ છે, જયારે જયાં દુતર્તે આ વાતો બોલતા હોય છે ત્યાં ઉપસ્થિત લોકો હસી રહ્યા હોય છે.(૨૧.૧૧)

 

(10:53 am IST)