મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

વ્યક્તિગત લોનના નામે લોકોને ખંખેરતી એપ સામે ગૂગલની મોટી કાર્યવાહી :કેટલીયે એપ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી

ભારતમાં મોટી સંખ્યામાં વ્યક્તિગત લોન એપ્લિકેશનની સમીક્ષા કરી

 

નવી દિલ્હી : ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ગૂગલે ભારતમાં મોટી સંખ્યામાં વ્યક્તિગત લોન એપ્લિકેશનની સમીક્ષા કરી છે અને તેમાંથી કેટલીકને પ્લે સ્ટોર પરથી દૂર કરી દીધી છે. વપરાશકર્તાઓ અને સરકારી એજન્સીઓએ કંપનીને એપને લઇ ચિંતા વ્યક્ત કરી હતી. ગૂગલે ગુરુવારે જણાવ્યું હતું કે, જે એપ્લિકેશ વપરાશકર્તા સુરક્ષા નીતિઓનું ઉલ્લંઘન કરી રહી છે તેને તરત પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે

 ગૂગલે બાકી એપ્લિકેશન ડેવલોપર્સને જણાવ્યું છે કે તેઓ દર્શાવે કે કંઇ રીતે સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન થઇ રહ્યું છે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેમની એપ્લિકેશન પણ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવશે. ગૂગલે બ્લોગપોસ્ટમાં જણાવ્યું કે,ગૂગલના ઉત્પાદનો પર સલામત અનુભવ પ્રદાન કરવું અમારી પ્રાથમિકતા છે. અમારી વૈશ્વિક ઉત્પાદન નીતિઓ લક્ષ્યને ધ્યાનમાં રાખી ડિઝાઇન અને અમલ કરવામાં આવી છે. અમે વપરાશકર્તાની સલામતીમાં સુધાર માટે સતત કામ કરી રહ્યા છે.

જોકે ગૂગલે નથી જણાવ્યું કે, તેણે કઇ એપ્લિકેશનને દૂર કરી છે. બ્લોગપોસ્ટમાં કહેવામાં આવ્યુ છે કે અમે ભારતમાં મોટી સંખ્યામાં વ્યક્તિગત લોન એપ્લિકેશનની સમીક્ષા કરી છે. તેને લઇને વપરાશકર્તાઓ અને સરકારી એજન્સીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. વપરાશકર્તા સલામત નીતિનું ઉલ્લંઘન કરી રહેલી એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી તાત્કાલિક દૂર કરી દેવામાં આવી છે.

(10:23 pm IST)