મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

27 ફેબ્રુઆરીથી હરિદ્વારમાં યોજાનારા કુંભમેળા માટે ઉત્તરાખંડ સરકાર પુરેપુરી સજ્જ નથી : કોવિદ -19 કહેર વચ્ચે મેડિકલ હેલ્થ કેર સિસ્ટમ કે ઇન્ફાસ્ટ્રકચર પૂરતા પ્રમાણમાં નથી : 15 ફેબ્રુઆરી સુધીમાં પુરેપુરી વિગત રજૂ કરવા ઉત્તરાખંડ હાઇકોર્ટનો આદેશ

ઉત્તરાખંડ : આગામી 27 ફેબ્રુઆરીથી 27 એપ્રિલ 2021 દરમિયાન હરિદ્વારમાં યોજાનારા કુંભમેળા માટે ઉત્તરાખંડ સરકાર પુરેપુરી સજ્જ ન હોવાનું તેમણે રજૂ કરેલા ડેટા ઉપરથી જણાયું છે.તેવું તારણ ઉત્તરાખંડ હાઇકોર્ટએ કર્યું છે.

નામદાર કોર્ટએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે માંગેલી વિગતોનું પૂરેપૂરું પાલન થયા અંગે જાણ કરો.

જે મુજબ  દરરોજ મેળામાં આવનારા 50 લાખ જેટલા યાત્રિકો માટે ઈન્ફાસ્ટ્રક્ચરની પૂરતી સુવિધા હોવી જરૂરી છે.

હરિદ્વારની 20 લાખની વસતી તથા બહારથી આવતા યાત્રિકો માટે કોવિદ -19 કહેર વચ્ચે મેડિકલ હેલ્થ કેર સિસ્ટમ પર્યાપ્ત જણાઈ નથી.

 ઉત્તર પ્રદેશ સરકાર  10 થી 50 લાખ યાત્રિકોની અપેક્ષા રાખે છેજેની સામે ટેન્ટની વ્યવસ્થા માટે કોઈ પ્લાનિંગ નથી  તે નવાઈની વાત છે.

મેળાના સ્થળ ઉપર  હોસ્પિટલોમાં પૂરતી બેડ , વેન્ટિલેટર ,સહિતની જરૂરિયાત અપૂરતી હોવાનું સ્ટેટ સેક્રેટરીએ આપેલા ડેટા ઉપરથી જણાય છે.

આથી 15 ફેબ્રુઆરી સુધીમાં પુરેપુરી વિગત કોર્ટમાં રજૂ કરવાનો નામદાર કોર્ટએ આદેશ આપ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)