મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

ચીનમાં ફરી અેક વખત કોરોનાઅે ભરડો લેતા આશરે ૨ કરોડ લોકોને લોકડાઉનમાં રાખવામાં આવ્યા

બેઇજિંગ: ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. કોવિડ-19ના નવા કેસ સામે આવ્યા બાદ ચીનમાં આશરે 2 કરોડ લોકોને લૉકડાઉનમાં રાખવામાં આવ્યા છે. કુલ દોઢ કરોડથી વધુની વસ્તી ધરાવતા ચીનના બે શહેર Shijiazhuang અને Xingtaiમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. ગુરૂવારે ચીનમાં છેલ્લા 8 મહિનામાં કોરોના વાયરસથી પ્રથમ મોત થયુ છે.

ચીનમાં ગત કેટલાક દિવસમાં કોરોના વાયરસના રોજના 100થી વધુ કેસ સામે આવ્યા છે. કોવિડના વધતા કેસને કારણે તંત્ર એલર્ટ થઇ ગયુ છે, જે બાદ કડક લૉકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે. ચીનના પાટનગર બેઇજિંગમાં પણ કેટલાક જિલ્લાને બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ Langfang અને Heilongjiangમાં પણ લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. Shijiazhuang અને Xingtaiમાં લગ્નને લઇને અંતિમ સંસ્કાર જેવા આયોજનો પર રોક લગાવી દેવામાં આવી છે. કોમ્યુનિસ્ટ પાર્ટીની એક કોન્ફ્રેન્સને પણ રોકી દેવામાં આવી છે.

હિબેઇ કોરોના વાયરસનો નવો હોટસ્પોટ બનીને સામે આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે 14 જાન્યુઆરીના રિપોર્ટમાં મોત પણ હિબેઇ પ્રોવિંસમાં થઇ છે. અહી પહેલા સરકારે કડક લૉકડાઉન લગાવ્યુ છે. ચીની હેલ્થ એક્સપર્ટ્સે ગામમાં કોરોનાના સંક્રમણને એક મોટો પડકાર ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, દેશભરમાં આશરે 800 દર્દીની સારવાર ચાલી રહી છે.

ચીનમાં કોરોના વાયરસ વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. તેમ છતા સરકારે લોકોને ઓછામાં ઓછી મુસાફરી કરવાની સલાહ આપી છે. કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ ટ્રેસિંગમાં પણ વધારો થયો છે.

WHOની ટીમને બે અઠવાડિયા માટે ક્વોરન્ટાઇન કરાઇ

વૈશ્વિક શોધકર્તાઓની એક ટીમ ચીનના તે શહેરમાં પહોચી છે જ્યા કોરોના વાયરસ મહામારીની પ્રથમ વખત ખબર પડી હતી. ટીમ વાયરસ ક્યાથી ફેલાયો તેની તપાસ કરશે. ટીમ પણ શોધશે કે શું ચીને વાયરસ સબંધિત શોધને રોકવાનો પ્રયાસ કર્યો છે.

ટીમને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) વુહાન મોકલી છે. 10 સભ્યોની ટીમને રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકારે મંજૂરી આપી હતી.

વૈજ્ઞાનિકોને શક છે કે ચીનના દક્ષિણ પશ્ચિમમાં વાયરસે ચામાચિડીયા અથવા અન્ય જાનવરો દ્વારા મનુષ્યના શરીરમાં પ્રવેશ કર્યો હશે. 2019થી અત્યાર સુધી વાયરસને કારણે 1.9 મિલિયન લોકોના મોત થયા છે. એવી ફરિયાદો છે કે સત્તા પર રહેલી કોમ્યુનિસ્ટ પાર્ટીએ બીમારી ફેલવાની પરવાનગી આપી છે. ચીનનું કહેવુ છે કે વાયરસ વિદેશથી આવ્યો હતો. જોકે, વૈજ્ઞાનિક તર્કનો અસ્વીકાર કરે છે.

(3:56 pm IST)