મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

એક ખેડૂત અને સંગઠનના નેતા હોવાને કારણે હું ખેડૂતોની ભાવના ઓળખુ છું. હું પોતાના ખેડૂત અને પંજાબ પ્રત્યે વફાદાર છું, તેમના હિતોથી ક્યારેય કોઇ સમજૂતિ નથી કરી શકતો. હું તેની માટે કેટલા પણ મોટા પદ અથવા સમ્માનની બલી ચઢાવી શકુ છું. હું કોર્ટ તરફથી આપવામાં આવેલી જવાબદારી નીભાવી નથી શકતો. હું ખુદને આ કમિટીમાંથી અલગ કરૂ છુંઃ સુપ્રીમ કોર્ટની ચાર સભ્યની કમિટીમાંથી ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતીના અધ્યક્ષ ભૂપિંદર સિંહ માને ખુદને અલગ કરી લીધા

નવી દિલ્હી: ખેડૂત આંદોલનને લઇને બનાવવામાં આવેલી સુપ્રીમ કોર્ટની ચાર સભ્યની કમિટીમાંથી ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતીના અધ્યક્ષ ભૂપિંદર સિંહ માને ખુદને અલગ કરી લીધા છે. ભૂપિંદર સિંહ માનના નામથી શરૂઆતથી વિવાદ થઇ રહ્યો હતો. આંદોલન કરી રહેલા ખેડૂતોનું કહેવુ હતું કે ભૂપિંદર સિંહ માન પહેલા ત્રણ કૃષિ કાયદાનું સમર્થન કરી ચુક્યા છે.

કોઇ પણ પદની બલી આપી શકુ છું

ભૂપિંદર સિંહ માને કમિટીમાં સામેલ કરવા માટે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો પરંતુ આગળ લખ્યુ છે કે એક ખેડૂત અને સંગઠનના નેતા હોવાને કારણે હું ખેડૂતોની ભાવના ઓળખુ છું. હું પોતાના ખેડૂત અને પંજાબ પ્રત્યે વફાદાર છું, તેમના હિતોથી ક્યારેય કોઇ સમજૂતિ નથી કરી શકતો. હું તેની માટે કેટલા પણ મોટા પદ અથવા સમ્માનની બલી ચઢાવી શકુ છું. હું કોર્ટ તરફથી આપવામાં આવેલી જવાબદારી નીભાવી નથી શકતો. હું ખુદને કમિટીમાંથી અલગ કરૂ છું.

કોણ છે ભૂપિંદર સિંહ માન?

સુપ્રીમ કોર્ટે ખેડૂત અને સરકાર વચ્ચેના વિવાદને પૂર્ણ કરવા માટે સમાધાન કાઢવા માટે ચાર સભ્યની કમિટી બનાવી છે. કમિટીમાં ઓલ ઇન્ડિયા કિસાન કોર્ડિનેશન કમિટીના પ્રમુખ અને પૂર્વ રાજ્યસભા સાંસદ ભૂપિંદર સિંહ માનને પણ સામેલ કરવામાં આવ્યા હતા, તેમના સંગઠન હેઠળ કેટલાક કિસાન સંગઠન આવે છે, એવામાં ખેડૂતો પર તેમનો પ્રભાવ પણ સારો છે.

ભૂપિંદર સિંહ માનનો કૃષિ કાયદા પર વિચાર

ઓલ ઇન્ડિયા કિસાન કોર્ડિનેશન કમિટીના પ્રમુખ ભૂપિંદર સિંહ માને ડિસેમ્બર મહિનામાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરી નવા કાયદાનું સમર્થન કર્યુ હતું. જોકે, કેટલાક સંશોધનોની માંગ જરૂર કરી હતી, જેમાં MSP પર લેખિત ગેરંટી આપવા કહેવામાં આવ્યુ હતું. ભૂપિંદર સિંહ માનનો આંદોલન કારી ખેડૂત વિરોધ કરી રહ્યા છે.  

સુપ્રીમ કોર્ટે ચાર લોકોની કમિટી બનાવી

1. પ્રમોદ જોશી- નેશનલ એકેડમી ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ મેનેજમેન્ટના ડિરેક્ટર રહી ચુકેલા પ્રમોદ કુમાર જોશીને આર્થિક-કૃષિના જાણકાર માનવામાં આવે છે.

2. અનિલ ધનવંતમહારાષ્ટ્રના ચર્ચિત શેતકારી સંગઠનના પ્રમુખ અનિલ ધનવંતની ખેડૂતો પર પકડ છે. સંગઠનની શરૂઆત ખેડૂત નેતા શરદ જોશીએ કરી હતી, જેમની માંગ હતી કે ખેડૂતોને ખુલ્લા બજારમાં આવવાની તક મળે.

3. અશોક ગુલાટી- કૃષિના જાણકાર અશોક ગુલાટી ICRIERમાં ત્રણ વર્ષ પ્રોફેસર રહી ચુક્યા છે. ભારત સરકારને MSPના મુદ્દા પર સલાહ આપનારી કમિટીના સભ્ય પણ રહી ચુક્યા છે, 2015માં તેમણે પદ્મ શ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

4. ભૂપિંદર સિંહ માનપૂર્વ રાજ્યસભા સાંસદ ભૂપિંદર સિંહ માન, ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ છે. સાથે તે ઓલ ઇન્ડિયા કિસાન કોર્ડિનેશન કમિટીના પ્રમુખ પણ છે.

(4:06 pm IST)