મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

હરિયાણાના સીઅેમ મનોહર ખટ્ટરના કાર્યક્રમમાં થયેલી તોડફોડ બાદ ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યુ આગામી સૂચના સુધી કૃષિ કાયદાના ટેકામાં કોઇ સભા કરવામાં ન આવે

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાની સરકારને અત્યારે કૃષિ કાયદાના સમર્થનમાં કોઇ સભા કે આયોજન નહીં કરવાની તાકીદ કરી દીધી છે.

તાજેતરમાં સીએમ મનોહર ખટ્ટરના કાર્યક્રમમાં થયેલી તોડફોડ બાદ શાહે સ્થાનિક સરકારને આદેશ આપ્યો છે કે આગામી સૂચના સુધી આવા કોઇ આયોજન કરવામાં આવે.

ખટ્ટર કૃષિ કાયદાના ટેકામાં સભા કરવાના હતા

હરિયાણાના શિક્ષણમંત્રી કંવર પાલ ગુર્જરે માહિતી આપાત જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકારને સલાહ આપી છે કે કૃષિ કાયદાના સમર્થનમાં કોઇ પણ કાર્યક્રમના આયોજનથી બચે. તેમજ આગામી આદેશ સુધી ઓવું કોઇ આયોજન કરવામાં આવે.

CM ખટ્ટરને કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો

કંવર પાલે કહ્યું કે કરનાલ પાસેના ગામમાં થયેલી તોડફોડની ઘટના બાદ ગૃહમંત્રીએ સલાહ આપી છે. મુખ્યમંત્રી ખટ્ટરને રનાલ પાસેની ગામમાં પોતાની સભા રદ કરવા મજબૂત થવુ પડ્યું હતું.

સીએમ ખટ્ટર માટેના હેલિપેડ ખોદી નંખાયા હતા અને મંચ પર પણ તોડફોડ કરાઇ હતી. તેથી સીએમ ખટ્ટરને પોતાનો પ્રવાસ રદ કરવો પડ્યો પડ્યો હતો.

રાજ્યના શિક્ષણમંત્રીએ કહ્યું કે કરનાલમાં જે પણ થયું, ત્યાર બાદ ગૃહમંત્રીએ સરકારને ખેડૂતો સાથે સંઘર્ષમાં નહીં ઉતરવાની સલાહ આપી છે., ગુર્જરે ઉમેર્યું કે ખેડૂતોનૂ વર્તણૂક યોગ્ય નથી.

ખેડૂતોની વર્તણૂક યોગ્ય નથીઃ શિક્ષણમંત્રી

મોબાઇલ ફોનના ફૂટેજમાં દેખાય છે કે તેઓ મંચ પર ધમાલ કરી રહ્યા છે. ખેડૂતોએ પોસ્ટર પણ ફાડી નાંખ્યા અને મંચ પરીન ખુરશીઓ પણ ફેંકી દીધી હતી. મુખ્યમંત્રીને હેલિકોપ્ટરમાંથી ઉતર્યા વિના પરત થવું પડ્યું હતું.

ગઠબંધનમાં જેજેપી 10 MLA ખેડૂતોના સમર્થનમાં

નોંધનીય છે કે કૃષિ કાયદાના વિરોધ વચ્ચે હરિયાણામાં ગઠબંધનની સરકારમાં તિરાડ પડવાની અટકળો છે. કારણ કે ભાજપ નેતૃત્વની સરકારમાં સામેલ જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના 10 ધારાસભ્યો દેખાવ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં છે.

એવું માનવામાં આવે છે તેમના નેતા અને રાજ્યના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા કોઇ નિર્ણય લઇ શકે છે.

પૂર્વ સીએમ હુડ્ડાએ પણ અસંતોષ અંગે કહ્યુ

અંગે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્ર સિંઘ હુડ્ડાએ પણ કહ્યું હતું કે ખેડૂત આંદોલનને કારણે હરિયાણાની શાસક સરકારના ઘણા ધારાસભ્ય રાજીનામું આપવા માગે છે. નિવેદન પછી ભાજપ-જેજેપી ગઠબંધનમાં હિલચાલ મચી ગઇ છે.

90 સભ્યોની વિધાનસભામાં ભાજપના 40 ધારાસભ્ય છે. જ્યારે જેજેપીના 10 ધારાસભ્ય છે. ઉપરાંત 7 અપક્ષ ધારાસભ્યનો સરકારને ટેકો છે.

(3:16 pm IST)