News of Thursday, 14th January 2021
USનું એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ થયું લીક, ભારતને લઇને કહી આ વાત
અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ'બ્રાયન એ સાર્વજનિક કર્યું હતું કે હવે તેને વ્હાઇટ હાઉસ ની વેબસાઇટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે. હિંદ પ્રશાંત માટે સ્ટ્રેટેજિક ફ્રેમવર્ક' નામના ડોક્યૂમેંટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સુરક્ષા મામલે અમેરિકાના મનપસંદ ભાગીદાર છે. બંને દેશ દક્ષિણ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને પરસ્પર ચિંતાવાળા અન્ય વિસ્તારોમાં સમુદ્રી સુરક્ષા બનાવી રાખવા અને ચીની પ્રભાવને રોકવામાં સહયોગ કરે છે. ભારતમાં સીમા પર ચીન દ્વારા કરવામાં આવનાર ઉશ્કેરવાની કાર્યવાહીનો જવાબ આપવાની ક્ષમતા છે.
(2:52 pm IST)