મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

CNBC ટેલિવિઝન શો ' સ્ટોક ટવેન્ટી-ટવેન્ટી ' એન્કર હેમંત ઘાઈ ,તેમના પત્ની ,તથા માતાને સિક્યુરિટી માર્કેટમાં લેવડ દેવડ ઉપર પ્રતિબંધ : કરોડો રૂપિયાના શેર સસ્તામાં ખરીદી લઇ તેના ભાવ વધવાની આગાહી કરી વેચી નાખવાનું ષડયંત્ર : હોસ્ટ તરીકેના હોદાનો દુરુપયોગ કર્યાનો SEBI નો આરોપ

મુંબઈ : ધ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા  ( SEBI ) એ CNBC ટેલિવિઝન શો ' સ્ટોક ટવેન્ટી-ટવેન્ટી ' એન્કર હેમંત ઘાઈ ,તેમના  પત્ની જયા હેમંત ઘાઈ ,તથા માતા શ્યામ મોહિની ઘાઈને સિક્યુરિટી માર્કેટમાં લેવડ દેવડ ઉપર વચગાળાનો પ્રતિબંધ મૂકી દીધો છે.અને જ્યાં સુધી બીજી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી તેઓ ડાયરેક્ટ કે ઈન્ડાયરેક્ટ લેવડ દેવડ  નહીં કરી શકે તેવો આદેશ આપ્યો છે.તેમજ  શેર ખરીદી વેચાણ અંગે પણ કોઈ પ્રકારની સલાહ નહીં આપી શકે.ઉપરાંત CNBC ટીવી -18 ને પણ હેમંત ઘાઈને  સિકયુટી એક્સચેન્જમાં ખરીદ વેચાણ  ઉપર મુકાયેલા પ્રતિબંધ વિષે દર્શકોને જાણ કરવાનો આદેશ કર્યો છે.

હેમંત ઘાઈ ઉપરના આરોપ મુજબ તેમણે CNBC ટેલિવિઝન શો ' સ્ટોક ટવેન્ટી-ટવેન્ટી ' ના એન્કર તરીકેના હોદાનો દુરુપયોગ કર્યાનો પ્રથમદર્શી પુરાવો છે.જે મુજબ તેમણે અમુક કંપનીઓના શેર પોતાની પત્ની તથા માતાના નામે  સસ્તામાં ખરીદી લઇ તેનો ભાવ વધવાની આગાહી કરી નફો તારવી લીધો હતો.અને રોકાણકારોને નુકશાન પહોચાડ્યું હતું.તેમજ દર્શકોના વિશ્વાસનો ભંગ કર્યો હતો. જે મુજબ હેમંત ઘાઈના માતા  અને પત્નીના સિક્યુરિટી એક્સચેન્જ ખાતામાં કરોડો રૂપિયાની દરરોજની લેવડ દેવડ જોવા મળી હતી.જે હેમંત ઘાઈ દ્વારા કરાયેલી આગાહી મુજબ શેર ખરીદવાની સલાહ સામે સસ્તી કિંમતે લીધેલા શેર વેચવામાં આવી રહ્યા હતા. જે વહીવટ 1 જાન્યુઆરી 2019 થી 31 મે 2020 સુધી જોવા મળ્યો હતો. આથી દર્શકોને છેતરાતા અટકાવવા ઉપરોક્ત પગલું ભરવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે હેમંત ઘાઈ દરરોજ સવારે 7-20 કલાકે ટીવી શો હોસ્ટ તરીકે શેરોના ખરીદ વેચાણ અંગે ભલામણો કરતા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:53 pm IST)