મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ : કરોડોના નુકસાન વચ્ચે અનેક સુવિધા છીનવાશે

ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા રાષ્ટ્રપતિ બન્યા, જેમના વિરૂદ્ધ બે વખત મહાભિયોગ ચલાવવામાં આવ્યો.

નવી દિલ્હી : અમેરિકાના લોકતંત્રમાં દુર્ભાગ્યપૂર્ણ ઇતિહાસ ત્યારે રચાયો જ્યારે વ્હાઇટ હાઉસમાંથી જતા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા રાષ્ટ્રપતિ બન્યા, જેમના વિરૂદ્ધ બે વખત મહાભિયોગ ચલાવવામાં આવ્યો. ડેમોક્રેટ નેતાઓએ ટ્રમ્પની પાર્ટી એટલે રિપબ્લિક પાર્ટીના 10 નેતાઓની સહમતિ મેળવી ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી છે. જ્યારે ટ્રમ્પના પદ પર એક અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે, એવામાં તેના વિરૂદ્ધ મહાભિયોગ ચલાવવામાં આવવો એક ઇતિહાસ છે. હવે સવાલ એ છે કે ટ્રમ્પ મહાભિયોગમાં દોષી સાબિત થયા તો શું થશે

ખુરશી છોડતા ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગ સફળ થયુ તો તેમણે લાખો કરોડો ડૉલરનું નુકસાન થઇ શકે છે. અસલમાં, ગત દિવસોમાં કેપિટલ હિલ પર થયેલી હિંસાને ઉકસાવવા અને ઉગ્ર ગતિવિધિનું સમર્થન ટ્રમ્પ પર ભારે પડી ગયુ હતું. 232-197 મતથી તેના વિરૂદ્ધ મહાભિયોગ શરૂ થયુ. પ્રક્રિયા આ છે કે પ્રતિનિધિ સભા જો ટ્રમ્પ વિરૂદ્ધ આરોપ બહુમતથી પાસ કરશે તો આ મામલો સીનેટ પાસે જશે

સીનેટમાં બે તૃતીયાંશ બહુમતે જો ટ્રમ્પને દોષી માનવામાં આવ્યા તો મહાભિયોગના પરિણામ ટ્રમ્પે ભોગવવા પડશે. જો આવુ થયુ તો ટ્રમ્પે તેની કિંમત ચુકવવી પડશે? સૌથી પહેલા તો આ જાણી લો કે અમેરિકન બંધારણ અનુસાર સીનેટ પાસે મહાભિયોગ દ્વારા કોઇ રાષ્ટ્રપતિ પર જીવન, આઝાદી અથવા સંપત્તિ સબંધી કોઇ દંડ અથવા જપ્તીના અધિકાર નથી. સીનેટ માત્ર અયોગ્ય જાહેર કરી પ્રેસિડેન્ટને પદ પરથી હટાવી શકે છે.

જ્યારે કોઇ રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસથી વિદાય લે છે તો તેને કેટલાક લાભ મળે છે પરંતુ 1958ના પૂર્વ રાષ્ટ્રપતિ એક્ટ હેઠળ મહાભિયોગ હેઠળ હટાવવામાં આવેલા રાષ્ટ્રપતિને આ લાભ નથી મળતા. હવે આ લાભો પર એક નજર નાખીયે તો ખબર પડશે કે ટ્રમ્પને કેટલુ નુકસાન થઇ શકે છે.

 

પૂર્વ રાષ્ટ્રપતિને જીવનભગ દર વર્ષે 2 લાખ ડૉલર પેન્શન મળે છે.
– દર વર્ષે 10 લાખ ડૉલર સુધીની મુસાફર યાત્રાનું ભથ્થુ મળે છે.
– સીક્રેટ સર્વિસ પ્રોટેક્શનની જોગવાઇ છે.
– આ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિને 50,000 ડૉલરનો વાર્ષિક ખર્ચ એકાઉન્ટ અને 19,000 ડૉલર મનોરંજન ભથ્થુ પણ મળે છે.

જો મહાભિયોગથી હટાવવામાં આવ્યા બાદ ટ્રમ્પ જો 10 વર્ષ જીવે છે તો તેમણે પેન્શન અને મુસાફર ભથ્થામાં જ આશરે 1.4 કરોડ ડૉલરનું નુકસાન થઇ જશે. નુકસાન માત્ર નાણાકીય જ નથી હોતુ પણ પ્રતિષ્ઠા અને ભવિષ્યને લઇને પણ નુકસાન થાય છ

મહાભિયોગ સિવાય સીનેટ પાસે આ અધિકાર છે કે તે પ્રેસિડેન્ટને ભવિષ્યમાં કોઇ પણ સરકારી પદથી વંચિત કરી દે અને તે પમ એવુ કે પ્રેસિડેન્ટ પાસે આ મામલે કોઇ અપીલનો અધિકાર પણ ના હોય. આ સિવાય, મહાભિયોગથી હટાવવામાં આવવા પર પ્રેસિડેન્ટને મળનારા 4 લાખ ડૉલરનો પગાર પણ બંધ થઇ જશે, સરકારી મકાન, પ્રાઇવેટ પ્લેન અને હેલિકોપ્ટર પણ છીનવાઇ જાય છે.  Impeachment of Trump

ટ્રમ્પની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને જો બિડેનના રાષ્ટ્રપતિ બનતા જ મુશ્કેલ સમયમાંથી પસાર થવુ પડી શકે છે અને કેટલીક તપાસનો સામનો કરવો પડી શકે છે. જો વિવાદમાં આ કંપની ફસાઇ ગઇ તો બેન્ક પણ હાથ ખેચી શકે છે. મહત્વપૂર્ણ છે કે મોટા ગ્લોબલ બેન્ક ડ્યૂશ બેન્કે પહેલા જ વિવાદાસ્પદ બ્રાંડ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન સાથે સબંધ ખતમ કરવાનું મન બનાવી લીધુ છે. 

(4:05 pm IST)