મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવાના ધાર્મિક કારણો સાથે વૈજ્ઞાનિક તથ્ય પણ સામેલ

નવી દિલ્હી: 14 જાન્યુઆરી ગુરૂવારે મકર સંક્રાંતિનું પર્વ ઉજવવામાં આવશે. દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિના પર્વ નું ખાસ મહત્વ છે. હાલ લોકો આખુ વર્ષ હર્ષોઉલ્લાસ સાથે પતંગબાજીની મજા માણો છો.

મકર સંક્રાંતિ પર પતંગ ઉડાડવાના ફાયદા
મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવાના ધાર્મિક કારણો સાથે વૈજ્ઞાનિક પક્ષ પણ છે. જાણો મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવાનું કારણ અને તેનાથી થનાર ફાયદા  વિશે.

સૂર્યના કિરણો કરે છે ઔષધિનું કામ
મકર સંક્રાંતિના દિવસે સૂર્યનું ઉત્તરાયણ થાય છે. દિવસે સૂર્યના કિરણો ઔષધિનું કામ કરે છે. ઠંડીના કરણે શરીરમાં કફ અને ત્વચામાં ડ્રાયનેસની સમસ્યા આવી જાય છે. એવામાં દિવસે પતંગ ઉડાવવાથી સમસ્યાઓથી નિજાત મળી જાય છે

વિટામીન ડી મળે છે
દિવસે સૂર્યનું ઉત્તરાયણ થવાના લીધે સૂર્યના કિરણોમાં અતિઆધુનિક માત્રામાં વિટામિન ડી મળે છે. દિવસે પતંગ ઉડાડવાથી સૂર્યના કિરણો સીધા વ્યક્તિના શરીર પર પડે છે, જેથી ઘણી શારીરિક સમસ્યાઓથી બચી શકાય છે.  

પતંગ ઉડાડવાથી શરીરમાં બને છે ગુડ હોર્મોન્સ
વૈજ્ઞાનિક તથ્યો અનુસાર પતંગ ઉડાડવાથીથી મગજ હંમેશા એક્ટિવ રહે છે. ઉપરાંત હાથ અને ગરદનની માંસ્પેશીઓમાં લચીલાપણું રહે છે. પતંગ ઉડાડવાથી શરીરમાં ગુડ હોર્મોન્સ બને છે. જેના લીહ્દે મન પ્રસન્ન રહે છે. સાથે પતંગ ઉડાડવાથી આંખોની પણ કસરત થાય છે

ભગવાન રામે કરી હતી પતંગ ઉડાડવાની શરૂઆત
પુરાણો અનુસાર મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવાની શરૂઆત પ્રભુ શ્રીરામએ કરી હતી. પુરાણોના અનુસાર પ્રભુ રામે પતંગ સ્વર્ગલોકમાં ભગવાન ઇંદ્ર પાસે પહોંચી ગઇ હતી. ત્યારથી પરંપરાને આજ સુધી નિભાવવામાં આવે છે

(2:51 pm IST)