મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગ ચાલશે : 215થી વધુ ડેમોક્રેટિક અને પાંચ રિપબ્લિકન સાંસદોનું સમર્થન

મહાભિયોગને લેખ તાત્કાલિક અમેરિકી સેનેટને મોકલી અપાશે

નવી દિલ્હી : અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગનું સદનના 215થી વધારે ડેમોક્રેટિક અને પાંચ રિપબ્લિકન સાંસદોએ સમર્થન કર્યુ છે. મહાભિયોગ ચલાવવા માટે 218 મતોની જરૂર હોય છે. સદનના નેતા હોયરે કહ્યુ હતું કે, મહાભિયોગને લેખ તાત્કાલિક અમેરિકી સેનેટને મોકલી આપશે.

અહીં ઉલ્લેખનીય છે કે, કૈપિટલ બિલ્ડીંગ પર ગત અઠવાડીયે હિંસક હુમલો કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર ડેમોક્રેટિક નેતાઓની નિયંત્રણ વાળી અમેરિકી પ્રતિનિધિ સભાએ બુધવારના રોજ મતદાન કર્યુ હતું

મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાનની સાથે જ ટ્રમ્પ અમેરિકી ઈતિહાસમાં પહેલા એવા રાષ્ટ્રપતિ બન્યા છે, જેમના પર તેમના શાસનકાળમાં બે વાર મહાભિયોગ ચાલ્યો હોય. સાંસદૌ જૈમી રસ્કિન, ડેવિડ સિસિલિને અને ટેડ લિયૂએ મહાભિયોગ પ્રસ્તાવ તૈયાર કર્યો, જેના પ્રતિનિધિ સભાના 211 સભ્યોએ પ્રાયોજિત કર્યો હતો. આ મહાભિયોગમાં ટ્રમ્પ પર 6 જાન્યુઆરીના રોજ રાજદ્રોહ માટે ઉકાસાવવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે પોતાના સમર્થકોને કૈપિટલ બિલ્ડીંગ પર ઘેરાબંધી કરવા માટે ઉકસાવ્યા, જ્યારે ત્યાં ઈલેક્ટોરોલ કોલેજ મતોની ગણતરી ચાલતી હતી. પ્રસ્તાવમાં કહેવાયુ છે કે, મતોની ગણતરી દરમિયાન ટ્રમ્પના સમર્થકોએ ત્યાં હુમલો કર્યો હતો. અને પ્રક્રિયાને રોકી દીધી હતી. આ ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત કુલ પાંચ લોકોના મોત પણ થયા હતા.

 

આ અગાઉ 18 ડિસેમ્બર 2019ના રોજ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો આરોપ પસાર કરવામાં આવ્યો હતો. પણ રિપબ્લિકન પાર્ટીના નિયંત્રણ વાળી સેનેટે ફેબ્રુઆરી 2020માં તેમને આરોપમાંથી મુ્ક્ત કર્યા હતા. આ દરમિયાન તેમના પર આરોપ લાગ્યા હતા કે, ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ પર દબાણ કર્યુ હતું કે, તેઓ બાઈડેન અને તેમના દિકરા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો દાવો લગાવી તપાસ કરે.

(12:00 am IST)