મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

એ કે શર્માને ખાસ સિક્રેટ મિશન સાથે ઉત્તર પ્રદેશ મોકલાયા છે: આગામી વર્ષોમાં ઉત્તર પ્રદેશમાં મોટો ઐતિહાસીક બદલાવ આવી રહ્યાના એંધાણ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ખૂબ જ નજીક ગણાતા પૂર્વ આઇએએસ ઓફિસર એ કે શર્મા એક કે બે દિવસમાં ઉત્તર પ્રદેશમાં ભાજપમાં જોડાઈ જશે તેમ જાણવા મળે છે.

શ્રી નરેન્દ્ર ભાઈએ શ્રી શર્માને ખાસ સિક્રેટ મિશન સાથે ઉત્તર પ્રદેશ મોકલ્યાનું ચર્ચાય છે. તેઓ ટૂંક સમયમાં જ યોગી સરકારમાં જોડાઈ જશે.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષોમાં મોટો ઐતિહાસીક બદલાવ આવી રહ્યાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. થોડો સમય રાહ જુઓ અને જોતા રહો.

(12:20 am IST)