મુખ્ય સમાચાર
News of Thursday, 14th January 2021

અમેરિકન સેના બંધારણને વફાદાર ; બિડેનને સમર્થન : કહ્યું નવા ચૂંટાયેલા પ્રમુખ બિડેન શપથ ગ્રહણ કરશે

બંધારણીય પ્રક્રિયામાં અવરોધ લાવવાનો મૂલ્યો અને શપથની વિરુદ્ધ જ નહીં પણ કાયદાની વિરુદ્ધ પણ હશે

 દિલ્હી : અમેરિકામાં સેના બંધારણને વફાદાર રહશે અમેરિકાના ટોચના જનરલ મેરીક મિલીએ જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ સાથે મળીને એક નિવેદન રજૂ કર્યો છે. જેમાં કેપિટોલ પર થયેલી હિંસાની નિંદા કરી છે. આ નિવેદન પર આર્મીની દરેક શાખાના પ્રમુખની સહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 6 જાન્યુઆરીએ થયેલી ઘટનાઓ, કાયદાના શાસન માટે યોગ્ય નથી. નિવેદનમાં તે પણ કહ્યું છે કે, અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર અને સમ્મેલનનો અધિકાર કોઈને હિંસા, દેશદ્રોહ અને વિદ્રોહ કરવાનો અધિકાર આપતો નથી. યુએસ આર્મી તરફથી આવેલા નિવેદનમાં દરેક સૈનિકને તેમના મિશનની યાદ અપાવી છે.

આ અમેરિકા માટે અપ્રત્યાશિત ઘટના છે. સેનાના અધિકારીઓએ આ સમયે સંદેશ આપવો જરૂરી સમજ્યો છે. તેમને યાદ અપાવ્યો છે, “બંધારણીય પ્રક્રિયામાં અવરોધ લાવવાનો કોઈપણ પ્રયાસ ફક્ત આપણી પરંપરાઓ, મૂલ્યો અને શપથની વિરુદ્ધ જ નહીં પણ કાયદાની વિરુદ્ધ પણ હશે”

સેનાએ આ પત્ર દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે, જે 20 જાન્યુઆરીએ પદ છોડશે. સેનાના પત્રએ આવનાર ડેમોક્રેટની જીત ઉપર પણ મોહર મારી દીધી છે. સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે, “20 જાન્યુઆરી 2021માં બંધારણ અનુસાર… “નવા ચૂંટાયેલા પ્રમુખ બિડેન શપથ ગ્રહણ કરશે અને આપણા 46માં કમાન્ડર ઇન ચીફ બનશે”

સુરક્ષા અધિકારીઓએ કહ્યું છે કે, નેશનલ ગાર્ડ વોશિંગ્ટન ડીસીમાં શપથગ્રહણ સમારંભની તૈયારીઓ કરી રહ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના સશસ્ત્ર સમર્થક રાજધાની અથવા દેશમાં કેટલીક વધારે હિંસક ગતિવિધિઓને અંજામ આપી શકે છે. આર્મી સુરક્ષા વ્યવસ્થામાં ભાગ લેશે નહીં. સેના ચોક્કસપણે ગુપ્તચર અધિકારીઓ સાથે ચર્ચા કરી રહી છે કે રાષ્ટ્રીય ગાર્ડ વતી શપથ ગ્રહણમાં જોડાનારા સૈનિકોની પૃષ્ઠભૂમિ તપાસવી જરૂરી છે.

રાષ્ટ્રપતિ અને દેશની સેનાના સર્વોચ્ચ કમાન્ડર રૂપમાં ડોનાલ્ડ ટ્રમ્પે સેના પર ખર્ચ વધાર્યો છે. જોકે, આર્મીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છેતરપિંડી અને અપુષ્ટ દાવાઓથી પોતાને દૂર જ રાખી છે.

(11:42 pm IST)