મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

૧૩ જાન્યુઆરી

આજના દિવસનું મહત્વ

 દોસ્તો, ૧૯૪૮ની સાલમાં આજના દિને કોલકાતામાં ભયાનક કોમી રમખાણો થયા હતા, જેમાં૨૦૦ લોકોના મોત થયેલા. આ રમખાણોના પ્રતિકારરૂપે બાંગ્લાદેશમાં પણ તોફાનો ફાટી નીકળ્યા હતા. કોમી એકતા માટે ગાંધીજીએ આજના દિવસથી આમરણાંત ઉપવાસ આદર્યા હતા. તેઓનું આ અંતિમ અનશન હતું.

આજે સંતુરવાદક શિવકુમાર શર્માનો જન્મ દિન છે. તેઓનો જન્મ ૧૯૩૮ની સાલમાં થયો હતો.

૧૯૧૪ની સાલમાં આજના દિને ઈટાલીમાં ભયાનક ભૂકંપ થયો હતો. માત્ર આવેજાનો શહેરમાં જ ૩૦ હજાર લોકોના મોત નોંધાયા હતા.

૧૯૧૦ની સાલમાં આજના દિને અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં પ્રથમ સાર્વજનિક રેડિયોનું પ્રસારણ થયું હતું.

આજે પ્રસિધ્ધ ફિલ્મ નિર્માતા શકિત સામંતનો જન્મ દિન છે. તેઓનો જન્મ ૧૯૨૬ની સાલમાં થયો હતો.

અંતરીક્ષમાં જનાર પ્રથમ ભારતીય રાકેશ શર્માનો આજે જન્મ દિવસ છે. તેઓનો જન્મ ૧૯૪૯ની સાલમાં થયો હતો.

સંગીત વિશેષજ્ઞ અને શાસ્ત્રીય ગાયિકા સરસ્વતી દેવીજીની આજે પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૧૯૭૪ની સાલમાં થયું હતું.

સ્રીમ કોર્ટે રચેલી સમિતિને માન્યતા નહી

 દિલ્હીની સિંધુ બોર્ડર ઉપર પત્રકાર પરિષદ સંબોધી રહેલા ખેડૂત આગેવાનો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિને માન્યતા આપવા ઇનકાર કરી અને આ સમિતિ સરકાર તરફી હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો.

(3:45 pm IST)