મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

ફેસબુક અને ટ્વીટર બાદ હવે યુ ટ્યુબનો પણ ટ્રમ્પને ઝટકો : વિડિઓ શેરીંગ વેબસાઈટ યુ ટ્યુબએ ટ્રમ્પનો છેલ્લો વિડિઓ ડીલીટ કર્યો : સમર્થકોને ઉશ્કેરી સંસદ ઉપર હુમલો કરાવતા હિંસાત્મક ઉદબોધન સામે ચીમકી આપી

વોશિંગટન : ફેસબુક અને ટ્વીટર બાદ હવે યુ ટ્યુબએ  પણ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપ્યો છે.  વિડિઓ શેરીંગ વેબસાઈટ યુ ટ્યુબએ ટ્રમ્પનો છેલ્લો વિડિઓ ડીલીટ કરી નાખ્યો છે.સાથોસાથ તેમના હિંસાત્મક ઉદ્દબોધનોનું પ્રસારણ કંપનીની નીતિ વિરુદ્ધ હોવાની પણ ચીમકી આપી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાની સંસદ ઉપર ડોનાલ્ડ  ટ્રમ્પના સમર્થકોએ હુમલો કર્યા બાદ ટ્વીટરે તેમનું એકાઉન્ટ કાયમ માટે બંધ કરી દીધું છે.જેની સામે ટ્રમ્પએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ટ્વીટર ઉપર વાણી સ્વાતંત્ર્ય નથી.

ત્યાર પહેલા ફેસબુકે પણ ટ્રમ્પના એકાઉન્ટ ઉપર અસ્થાયી રોક લગાવી દીધેલી છે.

(1:29 pm IST)