મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

મેડિકલ અને એન્જિનિયરની પરીક્ષાની તૈયારી કરાવતી આકાશને 7300 કરોડ રૂપિયામાં ખરીદી લેશે બાયજુ

આગામી બે કે ત્રણ મહિનામાં વિશ્વની સૌથી મોટી એડ્યુ-ટેક હસ્તગત હશે

નવી દિલ્હી :ભારતનો સૌથી મોટો ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટઅપ, બાયજુએ અગ્રણી ઇંટ-અને-મોર્ટાર પરીક્ષાની તૈયારી કરાવતી કંપની આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડને 1 અબજ ડોલર (અંદાજે 7300 કરોડ રૂપિયા)માં ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ સોદો આગામી બે કે ત્રણ મહિનામાં વિશ્વની સૌથી મોટી એડ્યુ-ટેક હસ્તગત હશે.કોવિડ-19 મહામારી દરમિયાન ઓનલાઇન એજ્યુકેશનમાં વધતી માંગના કારણે બાયજૂની કિંમત 12 બિલિયન ડોલર આંકવામાં આવી છે. બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગની ચૈન ઝુકરબર્ગની ચેન ઝુકરબર્ગ ઇનિશિએટિવ ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ અને બોન્ડ કેપિટલ દ્વારા સમર્થિત છે, જે સિલિકોન વેલીના રોકાણકાર મેરી મીકર દ્વારા સહ-સ્થાપિક છે.

ગત વર્ષે બાયજુએ રોકાણકારો પાસેથી બ્લેક ફંડિંગમાં અંદાજે 200 મિલિયન ડોલર (અંદાજે 1,483 કરોડ રૂપિયા) મેળવ્યા હતા. આ જાહેરાત મહિનાઓ પછી થઇ હતી, જ્યારે બાયજૂએ અંદાજે 500 મિલિયન ડોલર (અંદાજે 3,672 કરોડ રૂપિયા) એકત્ર કર્યા હતા.

ઓગસ્ટમાં બાયજુના કોર્પોરેટ બાબતોના અધિકારીઓને નિયમનકારી ફાઇલિંગથી જાણવા મળ્યુ હતુ કે કંપનીએ અબજપતિ યૂરી મિલનરની આગેવાની હેઠળની ડીએસટી ગ્લોબલ પાસેથી ફંડિંગમાં અંદાજે 900 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જેથી ઈડીયૂ-ટેક કંપનીમાં કંપનીની ભાગેદારી 1.2 ટકા છે.

બાયજુની એપમાં 70 મિલિયનથી વધુ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ અને 4.5 મિલિયન વાર્ષિક પેઇડ સભ્ય છે. કંપનીએ ગત નાણાકિય વર્ષમાં પોતાની આવક બમણી કરી 1130 કરોડ રૂપિયાથી નાણાકિય વર્ષ 2019-20માં 2800 કરોડ રૂપિયા કરી દીધી છે.

(12:50 am IST)