મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

ગાયના છાણમાંથી બનેલા પ્રાકૃતિક ‘વૈદિક પેન્ટ’ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી દ્વારા લોન્ચ કરાયો

ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા બનાવાયેલ પેન્ટની કિંમત બજારમાં ઉપલબ્ધ અન્ય પેન્ટથી અડધી

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા ગાયના છાણમાંથી બનેલા પ્રાકૃતિક ‘વૈદિક પેન્ટ’ લોન્ચ કર્યો છે. તેમણે જણાવ્યું કે આ પેન્ટની કિંમત બજારમાં ઉપલબ્ધ અન્ય પેન્ટથી અડધી છે. તેની 2-3 હજાર ફેક્ટ્રીમાં દેશમાં ખુલે, દરેક ગૌશાળા પેન્ટ બનાવે

પેન્ટ લોન્ચ પછી કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ પગલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખેડૂતોની આવક વધારવાના દ્રષ્ટિકોણથી સંબંધિત છે. સાથે જ તેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવામાં મદદ મળશે, જેથી શહેરોથી ગ્રામીણ વિસ્તારોમાં રિવર્સ માઇગ્રેશન શરૂ થાય. પેન્ટની કિંમત કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે તેના ડિસ્ટેમ્પર પેન્ટની કિંમત 120 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ઇમલ્શન પેન્ટ 225 રૂપિયા પ્રતિ લિટર છે. પેન્ટની આ કિંમત મોટી કંપનીના પેન્ટથી અડધાથી પણ ઓછી છે. પેન્ટની પેકિંગ 2 લિટરથી લઇ 30 લિટર સુધી લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

 જ્યારે ખાદી ગ્રામ ઉદ્યોગ ઇન્ડિયાનો દાવો છે કે પેન્ટ માત્ર ચાર કલાકમાં સુકાઈ જશે. તેમાં જરૂરિયાત મુજબ રંગ પણ ઉમેરી શકાય છે. ખાસ વાત એ છે કે પેન્ટમાં હેવી મટેરિયલ જેવા ક્રોમિયમ, લેડ, પારા, આર્સેનિક કાર્ડિયમ નથી. ગ્રામ ઉદ્યોગ મુજબ વૈદિક પેન્ટ અષ્ઠ લાભવાળો છે. તેનું અર્થ પેન્ટના આઠ લાભ. પેન્ટ ઓડર્લેસ, હૈવી મેટલ ફ્રી, નેચરલ ઇન્સ્યુલેટર, પેન્ટ ઇકો ફ્રેન્ડલી, નોન ટોક્સિક, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને કોસ્ટ ઇફેક્ટિવ છે.

 કેન્દ્રીય  મંત્રી મુજબ કેન્દ્રનો હેતુ છે કે આ ટેક્નોલોજીને લોકોને શીખવવાની પણ છે, જેથી વધુ લોકો તેને આગળ લઇ જાય. આમ આ ઇન્ડસ્ટ્રીની માર્કેટ કેપ આગળ જઇને 6 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ થઇ જશે. ઉલ્લેખનીય છે કે પેન્ટની ટેસ્ટિંગ દેશની ત્રણ મોટી લેબ નેશનલ ટેસ્ટ હાઉસ મુંબઈ, શ્રી રામ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ અને દિલ્હીમાં કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પેન્ટનું વેચાણ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની મદદથી કરવામાં આવશે. સરકારના અંદાજા મુજબ આ યોજના ખેડૂતો અને ગૌશાળાને દર વર્ષે પશુ પર 30,000 રૂપિયાની વધારીની આવક આપશે.

(9:21 am IST)