મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

આબુ રોડ પાસે માનપુર પુલીયા પાસે કાર અને જીપ વચ્ચે અકસ્માત : અડધો ડઝનથી વધુ લોકોને ઇજા

 

આબુ રોડ પાસે માનપુર પુલીયા પાસે અકસ્માતની ઘટના બની છે. કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં અડધા ડઝનથી વધુ લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(9:53 pm IST)