મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

ઉત્તર પ્રદેશમાં 32,000 શરણાર્થીઓને આપશે નાગરિકતા: CAA અન્વયે નાગરિકતા આપનાર દેશનું સૌપ્રથમ રાજ્ય

યુપીમાં રહેતા શરણાર્થીઓની યાદી કેન્દ્ર સરકારને મોકલી દીધી : લિસ્ટમાં 19 જિલ્લાના શરણાર્થીઓ સામેલ

નવી દિલ્હી : સીટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ અન્વયે ઉત્તર પ્રદેશ સૌ પ્રથમ એવું રાજ્ય બન્યું છે જે CAA હેઠળ 32000 શરણાર્થીઓને નાગરિકતા આપશે

  .સરકાર ઉત્તર પ્રદેશમાં રહેતા શરણાર્થીઓના લીસ્ટ કેન્દ્રને મોકલી આપ્યું છે. જેમાં 19 જિલ્લાના શરણાર્થીઓને સામેલ કરાયા છે. યુપી લિસ્ટ મોકલ નાર પહેલુ રાજ્ય બની ગયું છે. આ લિસ્ટમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન થી આવેલા શરણાર્થીઓના સમાવેશ થાય છે. જે વર્ષોથી યુપીમાં રહે છે, તેમણે યોગી સરકાર નાગરિકતા આપશે

(8:11 pm IST)