મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

માઇક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી સત્યા નડેલાએ CAAને દુખદ અને ખરાબ ગણાવ્યો છે

મને એ જોવુ ગમશે કે કોઇ બાંગ્લાદેશી ઇન્ફોસીસનો આગામી સીઇઓ બનેઃ સત્યા નાડેલા

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશમાં વિભાજિત મત પ્રવર્તી રહ્યો છે અને અનેક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે માઇક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી સત્યા નડેલાએ તેને દુખદ અને ખરાબ ગણાવ્યો છે.

કોઈ પણ બહુરાષ્ટ્રીય કંપનીએ નાગરિકતા સંશોધન કાયદાની ટીકા કરી હોય તેવું અગાઉ નથી બન્યું. આમ, નડેલા એક મોટી કંપનીના પ્રથમ એવા મોવડી છે જેમણે કાયદા સામે ટિપ્પણી કરી છે.

સત્યા નડેલાએ માઇક્રોસોફ્ટના એક કાર્યક્રમમાં બઝફિડના ઍડિટર ઇન ચીફ બેન સ્મિથને કહ્યું કે જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી દુખદ અને ખરાબ છે.

બેન સ્મિથે આને લઈને એક ટ્વીટ પણ કર્યું અને મુજબ સત્યા નડેલાએ એમ પણ કહ્યું કે, મને જોવાનું ગમશે કે કોઈ બાંગ્લાદેશી પ્રવાસી ભારત જઈને આગામી યુનિકોર્ન સ્થાપિત કરે કે ઇન્ફોસિસનો આગામી સીઈઓ બને. સત્યા નડેલા મૂળ હૈદરાબાદના છે.

એમણે પોતાના બહુસાંસ્કૃતિક મૂળિયાં વિશે બેન સ્મિથને કહ્યું, "હું હૈદરાબાદમાં મોટો થયો. ત્યાં મને જે સાંસ્કૃતિક વારસો મળ્યો છે એના પર મને ગર્વ છે. મને કાયમ એવો અનુભવ થયો છે કે બાળપણથી વસ્તુઓને સમજવા માટે એ શાનદાર શહેર છે. અમે ઈદ મનાવતા, ક્રિસમસ મનાવતા અને દિવાળી પણ. આ ત્રણે તહેવાર અમારા માટે મોટા હતા."

(11:11 am IST)