મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

અજમેર દરગાહના દીવાન સૈયદ જેનુલ આબેદીન અલીખાનએ ખુલ્લા મને કહ્યું કે પીઓકે અમારૃં છે અને અમારૃં જ રહેશે

અજમેર દરગાહના દીવાન સૈયદ જૈનુલ આબેદીન અલીખાનએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પર સેના પ્રમુખ એમ.એમ. નરવાણે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનુ઼ મન ખોલીને  સ્વાગત કર્યુ છે. દીવાનએ સાથોસાથ ભારત સરકારને અપીલ કરી છે કે પાકિસ્તાન કબજાવાળા (પીએાકે) ભારતમાં વિલય કરવા માટે જે પણ ઉચિત કદમ છે તે ભારતીય સેના ઉઠાવે આના માટે ભારતીય સેનાને નિર્દેશ આપવામાં આવે.

સોશ્યલ મીડિયા પર દીવાનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં તે કહેતા દેખાય છે કે પ્રત્યેક જાતિ અને પંથથી હરકોઇ ભારતીય સેના સાથે ઉભો છે. પીઓકે હંમેશા ભારતનો હિસ્સો રહ્યું છે ત્યાં સુધી કે ૧૯૪૮ થી લઇ અત્યાર સુધી પણ ભવિષ્યમા ભારતનો ભાગ રહેશે.

જનરલ નરવાણે એશ નિવારના પોતાના હાલનાં સાક્ષાત્કારમાં કહ્યું હતુ કે જો સંસદ ચાહે તો ભારતીય સેના પાકિસ્તાનના  કબજાવાળા કાશ્મીરને ભારતમાં મેળવવા માટે પુરી રીતે તૈયાર છે પછી રવિવારના અજમેર દરગાહના દિવાન તરફથી નિવેદન આવ્યું છે.

વીડિયોમાં દીવાન કહે છે જો ભારતીય સેના તૈયાર છે તો આપણે કઇ વાતનો ઇન્તજાર કરી રહ્યા છીએે. હું ભારતીય સેના પ્રમુખના નિવેદનથી અભિભૂત છુ.

એમણે કહ્યું ભારત સરકાર ૧૯૯૪ માં પાસ થયેલ પ્રસ્તાવ પર કાર્ય કરે જેમાં કહેવામાં આવ્યું છે કે પીઓકેનો કાશ્મીર સાથે વિલય કરાવી દેવામાં આવે.

(9:53 am IST)