મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

દેશમાં આર્થિક સંકટ વચ્ચે વધશે બેરોજગારી: આ વર્ષે 16 લાખ નોકરીઓ ઘટવાની શકયતા

અન્ય રાજ્યોમાં ગયેલ વ્યક્તિઓ દ્વારા ઘરે મોકલતા પૈસામાં ઘટાડો

નવી દિલ્હી : અર્થવ્યવસ્થામાં મંદીથી દેશમાં રોજગારી સર્જન ખરાબ રીતે પ્રભાવિત થયું છે ચાલુ નાણાકીય વર્ષમાં નવી નોકરીઓના અવસર પહેલાની તુલનામાં ઓછા પેદા થયા છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાલૂ નાણાકીય વર્ષ 2019-20માં આ પહેલાના વર્ષ 2018-19ની તુલનામાં 16 લાખ ઓછી નોકરીઓનું સર્જન થવાનું અનુમાન છે.

એસબીઆઇ રિસર્ચની રિપોર્ટ ઇકોરેપ અનુસાર આસામ, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં મજુરી માટે બહાર ગયેલા વ્યક્તિઓની તરફથી ઘરે મોકલનાર પૈસામાં ઘટાડો આવ્યો છે. આ દર્શાવે છે કે મજુરોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ રાજ્યો માટે મજુરી માટે પંજાબ, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં જાય છે અને ત્યાંથી ઘરે પૈસા મોકલતા હોય છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના આંકડાઓ અનુસાર 2018-19માં 89.7 લાખ નવા રોજગારનું સર્જન થયું હતું. ચાલૂ નાણાકીય વર્ષમાં તેમા 15.8 લાખનો ઘટાડો આવવાનું અનુમાન છે. ઇપીએફઓના આંકડામાં મુખ્ય રૂપે ઓછા વેતન વાળી નોકરીઓ સામેલ હોય છે જેમા વેતનની વધુમાં વધુ સીમા 15,000 રૂપિયા માસિક છે.

(12:00 am IST)