મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

" માય ફર્સ્ટ હિન્દી બુક " : બાળકોને જુદા જુદા કલર ,પશુ પક્ષી ,તથા અંકની હિન્દી તથા ઇંગ્લીશમાં સમજણ આપતી શ્રી ચાંદની ભાટિયા લિખિત બુક

કેલિફોર્નિયા : ભારતના ન્યુદિલ્હીમાં જન્મેલી તથા ઉછરેલી અને 2013 ની સાલથી અમેરિકામાં સ્થાયી થયેલી લેખિકા સુશ્રી ચાંદની ભાટીયાએ પુત્રીને જન્મ આપ્યા પછી તમામ બાળકોને હિન્દી ભાષાની સરળ રીતે  સમજણ આપવા માય ફર્સ્ટ હિન્દી બુક લખી છે.જેમાં હિન્દી તથા ઈંગ્લીશ બંને ભાષામાં જુદા જુદા કલર ,પશુ પક્ષી ,તેમજ અંકની સમજણ આપી છે.જે એમેઝોન દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)