મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

" વિશ્વ હિન્દી દિવસ " : યુ.એસ.માં કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્ક ,હિન્દી યુ.એસ.એ.,તથા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે 18 જાન્યુઆરીના રોજ થનારી ઉજવણી

ન્યુજર્સી : યુ.એસ.માં કોન્સ્યુલર જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્ક ,હિન્દી યુ.એસ.એ.તથા  BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના સંયુક્ત ઉપક્રમે 18 જાન્યુઆરી 2020 ના રોજ વિશ્વ હિન્દી દિવસ ઉજવાશે . શ્રી સ્વામિનારાયણ મંદિર રૉબિન્સવિલ્લે ,112 , મેઈન રોડ સ્ટ્રીટ ,વિન્ડસર મુકામે થનારી ઉજવણીનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.જે અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.બાદમાં લંચની વ્યવસ્થા કરવામાં આવી છે.
તમામ હિન્દી પ્રેમી પ્રજાજનોને હાજરી આપવા આમંત્રણ પાઠવાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:49 am IST)