મુખ્ય સમાચાર
News of Sunday, 14th January 2018

તુર્કીમાં ગજબની વિમાન દુર્ઘટના :પેગસસ એરલાઇન્સનું પ્લેન રનવે પરથી લપસીને કાળા સમુદ્રના કિનારે પહોંચ્યું

162 મુસાફરો સાથેનું વિમાન સમુદ્રમાં પડતા-પડતા બચ્યું

તુર્કી : તુર્કીમાં આજે એક આશ્ચર્યજનક વિમાન દુર્ઘટના જોવાઈ હતી પેગસસ એરલાઈન્સની એક પ્લેન રનવે પરથી લપસીને બ્લેક સી (કાળા સમુદ્ર )ના કિનારે પહોંચ્યું હતું અને સમુદ્રમાં પડતા પડતા બચ્યું હતું દુર્ઘટના વેળાએ વિમાનમાં 162 મુસાફરો સવાર હતા જોકે તુર્કી મીડિયા મુજબ આ દુર્ઘટનામાં કોઈ મુસાફર કે કરું મેમ્બરને કોઈ પ્રકારની ઇજા થઇ નથી.

(12:37 pm IST)