મુખ્ય સમાચાર
News of Sunday, 14th January 2018

આજે સુપ્રસિદ્ધ લેખિકા મહાશ્વેતાદેવીનો જન્મદિન :ગૂગલે બનાવ્યું ડુડલ

બંગાળી સાહિત્યમાં અભૂતપૂર્વ યોગદાન :સાહિત્યકાર્યોમાં હઝાર ચોરાસી કી મા', રૂદાલી, અને અરેન્યર અધિકારનો સમાવેશ

આજે  ભારતીય સાહિત્ય જગતમાં અનોખી છાપ અને માનવીય જીવનમાં શોષણ અને સંઘર્ષનું અસરકારક આલેખન કરનારાં લેખિકા મહાશ્વેતાદેવીનો જન્મદિવસ છે મહાશ્વેતા દેવી ભારતીય બંગાળી ફિકશન લેખીકા અને સામાજિક કાર્યકર્તા હતા.તેમના નોંધપાત્ર સાહિત્યિક કાર્યોમાં 'હઝાર ચોરાસી કી મા', રુદાલી, અને અરેન્યર અધિકારનો સમાવેશ થાય છે.

  ગૂગલે પણ આજનું પોતાનું ડૂડલ મહાશ્વેતા દેવીને કેંદ્ર સ્થાને રાખીને બનાવ્યું છે,બંગાળી સમાજમાં તેમનું નામ જાણીતું હતું. ત્યાં સુધી બંગાળનાં નક્સલબાડી આંદોલનની પૃષ્ઠભૂમિમાં લખાયેલી તેમની પ્રખ્યાત નવલકથા 'હજાર ચૌરાસી કી મા' પ્રકાશિત થઈ ચૂકી હતી.જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ગોરખ પાંડે અને ઉર્મિલેશ જેવા કેટલાક વિદ્યાર્થીઓ અને સમકાલીન તીસરી દુનિયાના સંપાદક આનંદ સ્વરૂપ વર્માએ મહાશ્વેતા દેવીનો ઇન્ટર્વ્યૂ કર્યો.

  એક ઇન્ટરવ્યૂમાં મહાશ્વેતા દેવીએ કહ્યું હતું કે બધા જ લેખકોને રોજબરોજની જિંદગીને નજીકથી જોયા-સાંભળ્યા વિના લખવાનો કોઈ અધિકાર નથી.

આપણે જનતા સુધી પહોંચીએ અને તેમની વાસ્તવિક જિંદગી સાથે જોડાયેલી વાતોને સમજીએ અને આપણી પાસે જે કંઈ પણ છે તે એમને આપીએ એ જરૂરી છે."

વર્મા કહે છે કે આ સંદર્ભે તેમણે શોષણની જટિલ પ્રક્રિયા અને સમાજના તમામ આંતરિક વિરોધોને સમજવાની વાત કહી હતી. જ્યારે એ બધી વાતો કરી રહ્યાં હતાં, ત્યારે એવું લાગતું હતું કે જાણે બ્રેખ઼્તને વાંચી રહ્યા છીએ.

(5:34 pm IST)