મુખ્ય સમાચાર
News of Sunday, 14th January 2018

હૈદરાબાદમાં પેટ્રોલ ભરેલા બે ટેન્કરોમાં ભયાનક આગ : ૧૮ લોકો ઘાયલ : બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરની આજુબાજુમાં રહેલી ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી : આગને જોઈને સ્થાનિકો પોતાને બચાવવા માટે આમ તેમ દોડી રહ્યા હતા

હૈદરાબાદ શહેર નજીક પેટ્રોલ ભરેલા બે ટેન્કરોમાં ભયાનક આગ લાગી હતી. આ ઘટનામાં 18 લોકો ઘાયલ થયા હતા. ઘટના મેડીપલ્લી-ચેંગીચેરલા રોડ પર બની હતી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરની આજુબાજુમાં રહેલી ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પેટ્રોલના ટેન્કરમાં આગ લાગી. આગની જ્વાળાઓ એટલી માટી હતી કે દૂર સુધી દેખાતી હતી. આગને જોઈને સ્થાનિકો પોતાને બચાવવા માટે આમ તેમ દોડી રહ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે ટેન્કરમાં આગ ત્યારે લાગી જ્યારે કેટલાક લોકોએ પેટ્રોલ ચોરી કરવા માટે ટેન્કરનું સીલ તોડી રહ્યા હતા.

સ્થાનિકોનો દાવો છે કે રોજ અહીં 10થી વધુ ટેન્કર ઉભા હોય છે, પરંતુ 12 જાન્યુઆરીએ માત્ર 2 ટેન્કર જ ત્યાં હતા. જેના કારણે ઓછું નુકસાન થયું. છેલ્લા ઘણા સમયથી ટેન્કરમાંથી પેટ્રોલની ચોરી થતી હતી.

(12:29 pm IST)