મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

કાર્તિ ચિદમ્બરમ્ના ઘરે ઇડીના દરોડાઃ ૧.૬ કરોડ જપ્ત

એરટેલ મેકિસસ ડીલમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપમાં થયેલ કાર્યવાહી

નવી દિલ્હી તા. ૧૩ : પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમના દીકરા કાર્તિની ઘરે ઇડીના અધિકારીઓએ શનિવારના રોજ દરોડા પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે ઇડીના અધિકારીઓએ દિલ્હી અને ચેન્નાઇ સ્થિત પાંચ જગ્યાએ દરોડ પાડ્યા છે. તેમાંથી એક જગ્યા દિલ્હીના જંગપુરામાં જયારે ચાર બીજી જગ્યા ચેન્નાઇમાં છે.પ્રવર્તન નિર્દેશાલયના પાંચ અધિકારી સવારે સાડ સાત વાગ્યાથી જ ચિદમ્બરમના ઘરે હાજર છે. ચિદમ્બરમ કે તેમના દીકરા કાર્તિ ચેન્નાઇ સ્થિત પોતાના ઘરે નથી.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)એ એરસેલ મેકિસસ કેસમાં ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ૧.૬ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન EDના જાણમાં આવ્યું હતું કે એરસેલ મેકિસસ કેસમાં FIPBની મંજૂરી મળી હતી તે મંજૂરી ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે પોતાના મેન્ડેટની બહાર જઇને આપી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)એ એરસેલ મેકિસસ કેસમાં ભૂતપૂર્વ નાણામંકત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ૧.૬ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન EDની જાણમાં આવ્યું હતું કે એરસેલ મેકિસસ કેસમાં FIPBની મંજૂરી મળી હતી તે મંજૂરી ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે પોતાના મેન્ડેટની બહાર જઇને આપી હતી. પોતાના ઇન્વેસ્ટિગેશન્સમાં EDના એ પણ જાણવામાં આવ્યું છે કે, ફેકટ્સને છૂપાવવા હેતુથી FIPBની મંજૂરી માટેની રકમ ખોટી રીતે અંદાજવામાં આવી હતી. EDએ શોધ્યું કે કાર્તિ અને પી. ચિદમ્બરમના ભત્રીજા દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપનીને સોફટવેર કન્સલ્ટન્સીની આડમાં મેકિસસ ગ્રુપ તરફથી ૨ લાખ રૂપિયા મળ્યા હતા.

 સીબીઆઇનો આરોપ છે કે એક કંપની જેના પર પરોક્ષ રીતે કાર્તિનો કંટ્રોલ હતો, તેને ઇન્દ્રાણી અને પીટર મુખર્જીના મીડિયા હાઉસ (આઇએનએકસ મીડિયા)થી ફંડ ટ્રાન્સફર થયું. કાર્તિ ઉપરાંત ચાર અન્ય લોકોને આ મામલામાં સમન્સ પાઠવ્યું હતું. કાર્તિ અને આઇએનએકસ મીડિયા વિરુદ્ઘ કેસ નોંધવામાં આવી ચૂકયો છે.

 આરોપ છે કે કાર્તિએ પોતાના પાવરનો ઉપયોગ કરીને આઇએનએકસને ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ કિલયરન્સ મેળવવામાં મદદ કરી હતી. આ મામલે તેમના ઘર અને ઓફિસ પર કેટલાક મહિનાઓ પહેલા દરોડા પણ પડ્યા હતા. કાર્તિએ કહેલું કે કેન્દ્ર બદલાની ભાવનાથી આ કાર્યવાહી કરી રહ્યું છે. આ સમન ૨૭ અને પછી ૨૯ જૂનના રોજ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ કાર્તિએ તપાસ એજન્સીઓ પાસે વધુ સમય માંગ્યો હતો.(૨૧.૨૭)

(3:52 pm IST)