ઇઝરાયેલી પ્રાઇમીનીસ્ટર નેતન્યાહુઅે આપી હાઇફા શહિદોને શ્રદ્ધાંજલીઃ તીનમૂર્તિ ચોકનું નામ બદલી તીનમૂર્તિ હાઇફા ચોક રાખ્યું
નવી દિલ્હીઃ ઇઝરાયલ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. નેતન્યાહુ તેમના પત્ની સારાહ સાથે ભારતીય પ્રવાસ પર છે. ઇઝરાયેલી વડા પ્રધાનનો 14 વર્ષ પછી ભારતીય પ્રવાસ છે.
બેન્જામિન નેતન્યાહુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તીનમૂર્તિ ચોકે પહોંચ્યા હતા જ્યા તેમણે હાઇફાના શહિદોને અંજલી અર્પી હતી, સાથોસાથ તીનમૂર્તિ ચોકનું નામ બદલીને તીનમૂર્તિ હાઇફા ચોક રાખવામાં આવ્યું હતું.