મુખ્ય સમાચાર
News of Friday, 13th December 2019

મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં અંધાધૂંધ વરસાદ :15 મિનિટમાં દોઢ ઇંચ ખાબક્યો :કુલ 6થી 7 ઇંચ વરસાદથી જળબંબોળ

છેલ્લા 17 કલાકથી એકધારો વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી

મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં અંધાધૂંધ વરસાદ પડ્યો છે છેલ્લા 17 કલાકથી એકધારો વરસાદ વરસી રહયો છે છેલ્લી 15 મિનિટમાં દોઢ ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે એક અંદાજ મુજબ ચિત્રકૂટમાં 6થી 7 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે આ લાખાઈ છે ત્યારે રાત્રે 7,45 વાગ્યે પણ વરસાદ ચાલુ છે

 રાજકોટના જાણીતા ટ્રાવેલ્સ એજન્સીવાળા શ્રી વાસુદેવભાઇ જાણીએ જણાવ્યું છે કે અહીં ચિત્રકૂટમાં ગઈકાલથી એકધારો વરસાદ ચાલુ છે તેઓ રાજકોટથી યાત્રાળુઓ સાથે નીકળ્યા છે

 

(8:23 pm IST)