મુખ્ય સમાચાર
News of Friday, 13th December 2019

માતા વૈષ્ણોદેવીના દર્શન જતા ભાવિકોને જોવા મળશે અલભ્ય નજારોઃ પહાડીઓ ઉપર સિઝનની પ્રથમ બરફ વર્ષા

નવી દિલ્હી/જમ્મુ: માતા વૈષ્ણોદેવીના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. માતા વૈષ્ણોદેવીના ધામ ત્રિકુટાની પહાડડીઓ પર આ સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે. બરફવર્ષા પણ એટલી કે વૈષ્ણોદેવી ભવન અને ભૈરવ મંદિર જવાના રસ્તાઓ પર બરફની મોટી ચાદર બીછાઈ ગઈ છે. હજુ પણ બરફવર્ષા ચાલુ છે.

સીઝનની આ પહેલી બરફ વર્ષામાં ભૈરવ મંદિર પર લગભગ 2 ફૂટ બરફવર્ષા થઈ. જ્યારે વૈષ્ણો દેવી ભવન પર લગભગ એક ફૂટ બરફવર્ષા થઈ છે.

આ બાજુ પહાડો પર ભારે બરફવર્ષા સતત ચાલુ છે. પટણીટોપ, નથાટોપ, અને બદરવામાં ભારે બરફવર્ષા થઈ છે. રાજૌરી-પૂંછમાં શોપિયાને જોડનારા મુઘલ રોડ ઉપર પણ ભારે બરફવર્ષા થઈ છે. બરફવર્ષાના પગલે JAMMU-SRINAGAR નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. જ્યારે જમ્મુ સંભાગના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.

(5:27 pm IST)