મુખ્ય સમાચાર
News of Friday, 13th December 2019

બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીની વિજય કૂચ : સવારે 9 વાગ્યા સુધીમાં જાહેર થયેલા 440 સીટના પરિણામોમાં કન્ઝર્વેટિવ પાર્ટી 229 સીટ ઉપર વિજેતા : લેબર પાર્ટીને 150 સીટ મળતા પાર્ટીના નેતા જેરેમી કાર્બિનનું પ્રમુખપદેથી રાજીનામું : 650 સાંસદો સાથેના હાઉસ ઓફ કોમન્સમાં કન્ઝર્વેટિવ પાર્ટીને 368 બેઠકો મળવાની શક્યતા

લંડન : બ્રિટન હાઉસ ઓફ કોમન્સના પરિણામો જાહેર થવા લાગ્યા છે. જે મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં જાહેર થયેલા 440 સીટના પરિણામોમાં કન્ઝર્વેટિવ પાર્ટી 229 સીટ ઉપર વિજેતા થઇ ગઈ છે.તથા તેની વિજય કૂચ જારી છે. 650  સાંસદો સાથેના હાઉસ ઓફ  કોમન્સમાં કન્ઝર્વેટિવ પાર્ટીને 368 બેઠકો મળવાની શક્યતા છે.જયારે લેબર પાર્ટીને હજુ સુધી 150 બેઠકો ઉપર વિજય મળતા 1935 ની સાલ પછીની સૌથી ખરાબ દશા સાથે પરાજય ખમવાની નોબત આવી શકે છે.તેથી પાર્ટી પ્રેસિડન્ટ  જેરેમી કાર્બિનએ હોદા ઉપરથી રાજીનામુ આપી દીધું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:00 am IST)