મુખ્ય સમાચાર
News of Friday, 13th December 2019

એન્કાઉન્ટર મામલામાં તપાસ પંચની રચનાનો આદેશ કરાયો

તમામને વાસ્તવિકતા જાણવાનો અધિકાર : સુપ્રીમ : નિવૃત્ત થયેલ જસ્ટિસ શિરપુરકરના નેતૃત્વમાં ત્રણ સભ્યના પંચની રચના : તમામ ખર્ચને તેલંગાણા સરકાર જ ઉઠાવશે

નવીદિલ્હી, તા. ૧૨ : સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરની ન્યાયિક તપાસ માટેના આદેશ આપીને એક તપાસ પંચની રચના કરી દીધી છે. મામલાની સુનાવણી કરતી ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ વીએએસ શિરપુરકરના નેતૃત્વમાં ત્રણ સભ્યોવાળા તપાસની રચના કરી દીધી છે. એન્કાઉન્ટરની તપાસ માટે બનાવવામાં આવેલા પંચની ઓફિસ હૈદરાબાદમાં રાખવામાં આવશે. પંચના તમામ સભ્યોને મજબૂત સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, ત્રણ સભ્યોની તપાસ ટીમને મહિનાની અંદર રિપોર્ટ આપવા માટે સૂચના આપવામાં આવી છે. પંચનો ખર્ચ તેલંગાણા સરકારને ઉપાડવા માટે કહેવામાં આવ્યું છે. પંચના અન્ય બે સભ્યોમાં એક મુંબઈ હાઈકોર્ટના પૂર્વ જજ રેખા છે જ્યારે બીજા પૂર્વ સીબીઆઈ ડિરેક્ટર ડીઆર કાર્તિકેય છે. મામલાની સુનાવણી કરતી વેળા ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, લોકોને અથડામણના સંદર્ભમાં વાસ્તવિકતા જાણવાનો અધિકાર છે. તેલંગાણા પોલીસ તરફથી રજૂઆત કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતાગીએ કહ્યું હતું કે, અમે આપને દોષિત ગણી રહ્યા નથી.

                તપાસનો વિરોધ કરવાની રૂ નથી. તપાસમાં ભાગ લેવાની રૂ છે. ચીફ જસ્ટિસે રોહતાગીને કહ્યું હતું કે, ક્રિમિનલ કોર્ટમાં અથડામણમાં સામેલ રહેલા લોકોની સામે કેસ દાખલ કરવામાં આવી ચુક્યો છે પરંતુ જો તમે નિર્દોષ ગણી રહ્યા છો તો લોકોને વાસ્તવિકતા જાણવાનો અધિકાર છે. અમે અટકળો કરી શકીએ નહીં. બેંચે કહ્યું હતું કે, એન્કાઉન્ટરની સ્વતંત્ર તપાસ થવી જોઇએ. સંદર્ભમાં મુકુલ રોહતાગીએ સમગ્ર મામલા જેવા જુના મામલાઓની તપાસનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ભૂતકાળમાં કોર્ટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની નિમણૂંક તપાસની બાજનજર માટે કરી હતી. તપાસ માટે નિમણૂંક કરાઈ હતી. રોહતાગીએ કહ્યું હતું કે, આમા કોઇ શંકા નથી કે, ચારેય અપરાધીઓ દ્વારા બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. સીસીટીવી ફુટેજમાં આના પુરાવા મળી ચુક્યા છે.

                આરોપીઓ પાસે તબીબની સ્કુટી હતી. મૃતદેહને સળગાવી દેવા માટે પેટ્રોલની ખરીદી કરાઈ હતી. બુધવારના દિવસે કોર્ટે કહ્યું હતું કે, તેલંગાણામાં તબીબ પર સામૂહિક બળાત્કાર અને હત્યાના મામલામાં ચારેય અપરાધીઓ એન્કાઉન્ટરમાં ઠાર થયા બાદ સુપ્રીમ કોર્ટ પૂર્વ ન્યાયાધીશની નિમણૂંક કરવા પર પ્રયત્ન કરી રહી છે.

(12:00 am IST)