મુખ્ય સમાચાર
News of Friday, 13th December 2019

સંસ્કૃત બોલવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય : સંસદમાં ભાજપના સાંસદનો દાવો

સાંસદ ગણેશ સિંહે અમેરિકન એજન્સીઓનો હવાલો આપીને સંસ્કૃતનો મહિમા વર્ણવ્યો

નવી દિલ્હી : લોકસભામાં કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલ વિધેયક પર ચર્ચા દરમિયાન  મધ્ય પ્રદેશના સતનાથી બીજેપી સાંસદ ગણેશ સિંહે કહ્યું હતું કે સંસ્કૃત બોલવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. ચર્ચામાં ભાગ લેતા ભાજપના ગણેશ સિંહે દાવો કર્યો છે કે અમેરિકા આધારિત એક શિક્ષણ સંસ્થાનના અનુસંધાન પ્રમાણે રોજ સંસ્કૃત ભાષા બોલવાથી તંત્રિકા તંત્ર મજબૂત થાય છે અને ડાયબિટીસ અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

  તેમણે કહ્યું હતું કે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ એક અનુસંધાન પ્રમાણે જો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સંસ્કૃતમાં કરવામાં આવે તો તે વધારે સુગમ થઈ જશે. વિધેયક પર પર ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કેન્દ્રીય મંત્રી પ્રતાર સારંગીએ સંસ્કૃતમાં પોતાની વાત રાખી હતી. તેમણે કહ્યું હતું કે દ્રુમક મિત્ર સંસ્કૃતને લઈને કહી રહ્યા છે તેમને કહેવા માંગીશ કે સંસ્કૃતથી તમિલ કે બીજી કોઈપણ ભાષાને નુકસાન થવાનું નથી. સંસ્કૃત એક સમાવેશી ભાષા છે અને દુનિયાની ઘણી ભાષાઓથી તેનો સંબંધ છે

(12:58 am IST)