News of Friday, 13th November 2020
વાર્ષિક 4 લાખ ડોલર સુધીની આવક ધરાવતા લોકો ઉપર ટેક્સ નહીં વધારાય : સામાન્ય માણસે ટેક્સના ભારણ રૂપે એક પેની પણ વધુ ચૂકવવી નહીં પડે : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસે ખાત્રી આપી
વોશિંગટન : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસે લોકોને ખાત્રી આપતા જણાવ્યું હતું કે વાર્ષિક 4 લાખ ડોલર સુધીની આવક ધરાવતા લોકો ઉપર ટેક્સ વધારવામાં નહીં આવે.
તેમણે કહ્યું હતું કે પ્રેસિડન્ટ જો બિડનના વહીવટી તંત્રમાં 4 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો ઉપર ટેક્સ ભારણ નહીં વધવાના કારણે પડનારી ખોટ સરકાર તથા શ્રીમંતો પાસેથી વસુલ થનારી આવકમાંથી સરભર કરાશે . સામાન્ય માણસે એક પેની પણ વધારાનો ટેક્સ ચૂકવવો નહીં પડે.
(1:41 pm IST)