મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

શરાબ પીવા પર રોક લગાવવા માટે બીચ પર હાજર રહેશે રિઝર્વ પોલીસ દળઃ ગોવાના મુખ્‍યમંત્રીની ઘોષણા

ગોવાના મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંતએ ખુલ્લેઆમ શરાબ પીવા પર રોક લગાવવા માટે બધા બીચ પર  ભારતીય રિઝર્વ બટાલિયનના પોલીસ કર્મીઓને હાજર રાખવાની ઘોષણા કરી છે.

આ પહેલા પ્રદેશમાં સાર્વજનિક સ્‍થળો પર શરાબ પીવાને અપરાધી ઘોષિત કર્યાે હતો. શરાબ પીધેલા બે પર્યટકોના બીચ પર ડૂબવાથી મોત થયા હતા.

મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંતએ કહ્યું કે સમુદ્રમાં જતા પહેલા સમુદ્રને સમજો.

(11:22 pm IST)