મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

એસયુવી ડ્રાઇવરની હત્‍યા કરી બિહારમાં બદમાશોએ જવેલર્સંથી લુંટયા રૂ. ૬૦ લાખના ઘરેણા

     બેગુસરાય (બિહાર) માં મંગળવારના બાઇક સવાર હથિયારધારી બદમાશોએ એક એસયુવી ડ્રાઇવરની ગોળી મારીને હત્‍યા કરી નાખી અને એસયુવીમાં બેઠેલા ૩ જવેલર્સો પાસેથી રૂ. ૬૦ લાખના સોના-ચાંદીના ઘરેણા લુંટી લીધા.

     પોલીસના જણાવ્‍યા અનુસાર ફાયરીંગમાં ર જવેલર્સો પણ ઘાયલ થયા. પોલીસે કહ્યું જવેલર્સ કલકતાથી ઘરેણા ખરીદી કરીને પરત આવી રહ્યા હતા.

(11:07 pm IST)