મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

ગણિત સમજવામાં છોકરીઓ છોકરા કરતા પાછળ નથી : સ્ટડી

ગણિતના મામલે મહિલાઓના મુકાબલે પુરુષોને અવ્વલ માનવામાં આવે છે પરંતુ આ ધારણા સંશોધકોએ ખોટી પાડી છે. એક નવા અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે છોકરા અને છોકરીઓનું મગજ એકસમાન રીતે વિકસિત થાય છે તેમાં ગણિતની સમજણ અંગે કોઈ લિંગભેદ હોતો નથી. જર્નલ સાયન્સ ઓફ ર્લિંનગમાં પ્રસિદ્ઘ અધ્યયનમાં કહેવાયું કે છોકરા અને છોકરીઓના મગજના વિકાસમાં કોઈ ફર્ક હોતો નથી. એટલું જ નહીં પણ ગણિતના ગૂઢ સૂત્રોને સમજવામાં છોકરીઓ છોકરા કરતા પાછળ રહેતી નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે બાળકોમાં ગણિતનું કૌશલ્ય કેવી રીતે પ્રભાવિત થાય છે.

 આ અધ્યયન માટે અમેરિકાની કાર્નેગી મેલન યુનિવર્સિટીના સંશોધકોએ પહેલી વાર બાળકોના મગજનો ન્યૂરોઈમેજિંગ દ્વારા અભ્યાસ કર્યો હતો જેથી કરીને જાણકારી મેળવી શકાય કે બાયોલોજિકલ લૈંગિક ભેદની ગણિતની સમજણમાં કેવી અસર પાડે છે. અમેરિકાની શિકોગો યુનિવર્સિટીના શોધકર્તા અને આ અધ્યયના સહલેખક એલિસા કેર્સીએ કહ્યું કે એ મહત્ત્વપૂર્ણ વાત છે કે શારીરિક સ્તરે ભલેને આપણે એકબીજાથી ભિન્ન દેખાતા હોય પણ તેમાં દ્યણી સમાનતાઓ રહેલી છે. અધ્યયનમાં એવું પણ કહેવામાં આવ્યું કે શૈક્ષણિક વીડિયો જોતી વખતે છોકરા અને છોકરા બન્ને સમાન રીતે વ્યવસ્ત હતા. કેર્સીએ કહ્યું કે ફકત એટલું જ નહીં છોકરા અને છોકરાઓ ગણિતની સમસ્યાઓના ઉકેલ માટે એક જેવી રીત અપનાવે છે. પરંતુ આ સમસ્યાઓના ઉકેલ માટે તેમના મગજમાં એક જેવી પ્રક્રિયાઓ ચાલતી હોય છે. આ શોધ માટે શોધકર્તાઓએ ૩ થી ૧૦ વર્ષની વયના ૧૦૪ બાળકોના મગજની ગતિવિધિઓને માપવા માટે શૈક્ષણિક વીડિયો જોવા દરમિયાન ફંગ્શનલ એમઆરઆઈનું અધ્યયન કર્યું અને બન્નેના મગજની સમાનતાઓની જાણકારી મેળવી. સંશોધકોની ટીમે બાળકોના મગજની પરિપકવતાની જાણકારી લગાડવા માટે એમઆરઆઈની સ્કેનની તુલના ૬૩ વયસ્કોની ગતિવિધિઓના સ્કેન કરી હતી. સંશોધકોથી જાણકારી મળે છે ગણિતના મામલે બાળકોમાં સમજણ એક જેવી રહે છે અને તેમાં જુદા જુદા આયુવર્ગ અને લૈગિંક ભેદ કયાંય જોવા મળતો નથી.

 એેક નવા સ્ટડીમાં એવું જણાવાયું કે ભારે પ્રદૂષણ ધરાવતા વિસ્તારોમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઓછા ગુણ આવે છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાં નિષ્ણાતો દ્વારા પરીક્ષા ખંડની અંદરમાં એ લેવલની ફાઈનલ આપનાર યુવાનોની દેખરેખ કરાઈ હતી અને પ્રદૂષણ સ્તરની તુલના કરવામાં આવી હતી. અભ્યાસમાં જણાયું કે જે વિદ્યાર્થીનો પરીક્ષા ખંડ ભારે મોટા પ્રદૂષિત વાતાવરણમાં આવેલો હતો તેમને પરીક્ષામાં ઓછા ગુણ મળ્યા હતા. અભ્યાસ અનુસાર હવાની ગુણવત્ત્।ાની પરીક્ષાના પરિણામ પર અશર પડે છે. આવા વિદ્યાર્થીના ગુણમાં સરેરાશ ૩ ટકાનો દ્યટાડો જોવા મળ્યો હતો. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસના સંશોધકોએ ૨૪૦૦ વિદ્યાર્થીઓ પર નજર રાખી હતી અને ૧૦,૦૦૦ કરતા પણ વધારે પેપર્સનું અધ્યયન કર્યું હતું. ગંદી હવા કે જેમાં ધૂળના રજકણો ભળેલા હોય છે તથા તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના નિયત માપદંડ પીએમ ૧૦ કરતા વધારે હોય છે તેને કારણે ટકાવારીમાં બે ટકાનો દ્યટાડો માલૂમ પડે છે. પીએમ ૧૦ માટે ડબ્લ્યુએચઓની લિમિટ ૫૦ માઈક્રોગ્રામ છે.

(3:57 pm IST)