મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

નીતા અંબાણી અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના ટ્રસ્ટી બન્યાં: પહેલીવાર ભારતીય મહિલાની એન્ટી થઇ

મુંબઈઃ મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીનો ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના બોર્ડમાં સ્થાન મળ્યું છે, તેઓ પ્રથમ ભારતીય મહિલા છે કે જેમને વર્ષો જૂના આ મ્યુઝિયમના ટ્રસ્ટમાં સ્થાન પ્રાપ્ત થયું હોય, નીતા આ મ્યુઝિયમની કામગીરીને છેલ્લા કેટલાક સમયથી સપોર્ટ કરતા હતા, હવે તેમને તેમાં સ્થાન મળ્યું છે. મ્યુઝિયમના ચેરપર્સન ડેનિયલ બ્રોડસ્કીએ માહિતી આપી છે.

2017માં નીતા અંબાણીએ જણાવ્યું હતુ કે મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં ભારતીય કલાને પણ સ્થાન મળવું જોઇએ અને હવે તેમનું આ સપનું પૂરૂ થશે, ભારતીય કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતી વસ્તુઓને અહી સ્થાન મળતા દુનિયાભરના લોકો તેનાથી માહિતગાર થશે. ન્યૂયોર્કનું આ મ્યુઝિયમ લગભગ 150 વર્ષ જૂનું છે, અહીં 5000 વર્ષ જૂની કલાકૃતિઓને સ્થાન આપવામાં આવ્યું છે, વર્ષે લાખો પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લેતા હોય છે.

(2:14 pm IST)