મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

દેશની સૌથી શરમજનક યાદીમાં ગુજરાતનો સમાવેશ ખેડૂત આત્મહત્યા કેસમાં ગુજરાત દેશમાં ચોથા સ્થાને

ગુજરાતમાં ખેડૂતોના આપઘાતની ટકાવારીમાં 35.5 ટકાનો ચિંતાજનક વધારો: તેલંગાણામાં 54 ટકાનો ઘટાડો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ભાર વિલંબ બાદ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આંકડા બહાર પાડ્યા છે જેમાં ગુજરાતના ખેડૂતોના આપઘાત કેસમાં 35.5 ટકાનો વધારો થયો છે.

કેન્દ્ર સરકારે ભારે હોબાળો મચાવ્યાં બાદ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના કેલેન્ડર વર્ષ 2016 ના આંકડા જાહેર કર્યા છે, જેમાં દર્શાવ્યા મુજબ ગુજરાતમાં ખેડૂતોના આપઘાતની ટકાવારીમાં 35.5 ટકાનો ચિંતાજનક વધારો થયો છે. દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત ૫ રાજ્યોમાં વધી છે, જેમાં ગુજરાતનો નંબર ચોથો ક્રમ છે. રાજ્યમાં 2015 માં 301 ખેડૂતોએ આપઘાત કર્યા હતા, તે સંખ્યા 2016 માં વધીને 408 દર્શાવાઈ છે.

ગુજરાત માટે શરમજનક બાબત છે કે ખેડૂતોનો આપઘાતની સંખ્યા જ્યાં સૌથી વધુ હોય છે મહારાષ્ટ્રમાં પણ ટકાવારીમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે તેલંગાણામાં 54 ટકાનો, છત્તીસગઢમાં 28.5 ટકાનો ઘટાડો નોંધાયો છે

દેશમાં ખેડૂતોની આત્મહત્યા સત્તાધીશો માટે ચિંતાનજક છે, જ્યાં દેશમાં કોઇપણ ચૂંટણી યોજાતી હોય ત્યારે માત્ર વિકાસ વિકાસ અને વિકાસના દાવાઓ કરાતા હોય છે ત્યારે ખેડૂતોની સતત અવગણના જ થતી રહેતી હોય છે. મહત્વકાંક્ષી પ્રોજેક્ટો પાછળ દેશ અને રાજ્યની સરકારો કરોડો અબજો રૂપિયા પાણીની જેમ વહેવડાવે છે, ત્યારે પણ ખેડૂતોની અવગણના જ થતી રહેતી હોય છે. ખેડૂતોની આવી અવગણના જો સતત થતી રહેશે તો દેશમાં આગામી સમયે ઔદ્યોગિક વિકાસમાં તો હરણફાળ ભરી ચૂક્યો હશે પરંતુ અન્ન ક્ષેત્રે સતત પાયમાલી તરફ આગળ વધશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

(1:34 pm IST)