મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

થેન્કયુ ગુજરાત્રિયન્સ... રજીસ્ટ્રેશન ખુલતાં જ ગણત્રીના કલાકોમાં હાઉસફુલ

આમ છતાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવતાં રહેવું: એન્ટ્રીમાં જગ્યા થયે મેસેજ મળશે

અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ-ગુજરાત્રીએ ગુજરાતીઓ માટે નોખી-અનોખી અને નવીનતમ્ નઝરાણુ અગાઉ પુરૂ પાડ્યું છે. કોકટેઇલ દેશી તથા લાઇફ મંત્ર જેવી શાનદાર અને સફળતમ્ ઇવેન્ટને ગુજરાત્રિયન્સ સતત હજુ પણ યાદ કરી રહ્યા છે. ત્યાં હવે આ શનિવારે ગુજરાત્રી ત્રીજી નવી નક્કોર ઇવેન્ટ લાવી રહ્યું છે. આ ઇવેન્ટનો લ્હાવો લેવા અસંખ્ય શ્રોતાઓ અધીરા બની ગયા છે. તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી કે ઇવેન્ટસના નામ મુજબ જ સૌને અચૂક મોજે-મોજ થઇ જવાની છે. વાર્તાઓ-ગીતો અને જુદા-જુદા પ્રાંતની બીજી અનેક વાતો શ્રોતાઓ મૌજે ગુજરાતમાં માણીને રસ તરબોળ થઇ જશે.

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્રસ-ગુજરાત્રી આયોજીત 'મૌજે ગુજરાત'ને પણ અગાઉની બે ઇવેન્ટસની જેમ જ ભરપુર પ્રતિસાદ મળ્યો છે. અગાઉ કોકટેલ દેસી અને લાઇફ મંત્રમાં ફ્રી એન્ટ્રી માટેના ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થતાં જ ધડાધડ એન્ટ્રી નોંધાવાઇ હતી અને બૂકીંગ ફુલ થઇ ગયું હતું. એ જ રીતે આ વખતે પણ રવિવારે 'મૌજે ગુજરાત' માટે ફ્રી એન્ટ્રી માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થતાં જ ગણતરીના કલાકોમાં જ સીટો હાઉસફુલ થઇ ગઇ હતી. આ માટે તમામ ગુજરાતીયન્સનો આભાર માનવો રહ્યો...કલાકોમાં જ બૂકીંગ ફુલ થઇ ગયું તે દર્શાવે છે કે ગુજરાત્રીની આ ઇવેન્ટ્સની પણ અત્યંત આતુરતાથી રાહ જોવાઇ રહી છે. બૂકીંગ ફુલ થઇ ગયું હોવા છતાં પણ  ઓનલાઇન રજીસ્ટ્રેશન ખુલ્લુ રાખવામાં આવ્યું છે. કોઇપણ કારણોસર અમુક બુકીંગ રદ થતાં જાય તો તેની સામે રજીસ્ટ્રેશન કરાવનારને મેસેજથી જાણ કરવામાં આવશે. 

(1:26 pm IST)