મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

ભાજપને 700 કરોડનું ડોનેશન મળ્યું : અડધાથી વધુ ટાટા જૂથના ટ્રસ્ટનું દાન

ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવેલા ડોનેશનનો સમાવેશ થતો નથી.

નવી દિલ્હી : નાણાંકીય વર્ષ 2018-2019માં ટાટા જૂથનાં ઈલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને 356 કરોડનું ડોનેશન  આપ્યું હતું. જે ભાજપે ચૂંટણી પંચ પાસે રજુ કરેલા દસ્તાવેજોમાં જોવા મળ્યું હતું. દાનની આ રકમમાં ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવેલા ડોનેશનનો સમાવેશ થતો નથી.

ભાજપે 31 ઓક્ટોબરનાં રોજ ભાજપે 2018-19માં ચેક અને ઓનલાઈન આવેલા ડોનેશનની માહિતી ચૂંટણી પંચને આપી હતી.જેમાં તેઓએ 700 કરોડનું ડોનેશન મળ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો આ 700 કરોડમાંથી અડધું ડોનેશન ટાટા જૂથનાં પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે.

ભારતનાં સૌથી ધનિક ટ્રસ્ટ પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને 54.25 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. પ્રૂડેન્ટ ટ્રસ્ટને ભારતી ગ્રુપ, હીરો મોટોકોર્પ, જ્યુબિલિયન્ટ ફૂડવર્ક્સ, ઓરિએન્ટ સિમેન્ટ, ડીએલએફ, જેકે ટાયર સહિતની કંપનીઓ તેને સમર્થન આપે છે.

(1:19 pm IST)