મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

દિલ્હીઃ પ્રદુષણનું સ્તર ફરી ગંભીર સ્થિતિએ પહોંચ્યું

એર કવોલિટી ઇન્ડેકસ ૫૦૦ની નજીક : વાતાવરણ બન્યું ધુંધળુ

નવી દિલ્હી,તા.૧૩:દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે પ્રદૂષણનું સ્તર ફરી ગંભીર સ્થિતિ સુધી પહોંચી ગયું છે. દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં પીએમ ૨.૫ ૫૦૦ અને પીએમ ૧૦ ૪૯૭ની સપાટી પર રેપોકડ કરવામાં આવ્યો છે. આને ગંભીર સ્થિતિ માનવામાં આવે છે. આફ્રિકા એવન્યૂ રોડ અને વસંત વિહાર ક્ષેત્રનું વાતાવરણ ધૂંધળુ થઈ ગયું છે.

બીદી બાજુ આરકે પુરમ વિસ્તારમાં એર કવોલિટી ઈન્ડેત્સ (એકયુઆઈ) ૪૪૭ની સપાટીએ પહોંચી ગયો છે. ગ્રેટ નોઈડાના નોલેજ પાર્ક-૩ સેકટરમાં ૪૫૮, સેકટર-૬૨ વિસ્તારમાં ૪૭૧ અને ફરીદાબાદના સેકટર ૧૬-એમાં એકયુઆઈ ૪૪૧દ્ગક્ન સ્તર પર પહોંચી ગયો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સિસ્ટમ ફોર એર કવોલિટી ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ સફર પ્રમાણે બુધવારે એર કવોલિટી વધારે ખરાબ રહેશે, જયારે ગુરુવારે તે ગંભીર સ્તરે પહોંચે તેવી શકયતા છે. ઓડ-ઈવન લાગુ થયા પછી માત્ર બે દિવસ જ એકયુઆઈ ૩૦૦ નીચે ગયો હતો. મંગળવારે પ્રદૂષણમાં પરાળીનું યોગદાન ૨૫ ટકા રહ્યું હતું. દ્વારકા, બવાના, આનંદ વિહાર અને વજીરપુર સૌથી પ્રદૂષિત વિસ્તાર નોંધાયા છે. દિલ્હી સરકારે ૪દ્મક ૧૫ નવેમ્બર સુધી ઓડ-ઈવન લાગુ કર્યું છે.

(11:42 am IST)